
પૂજ્ય ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળાના બાળકો શૈક્ષણિક પ્રવાસ ની સફરે…
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા, સંચાલિત પૂજ્ય ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળાના બાળકોએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એવી એકતાના પ્રતીક સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. શાળાના બાળકોએ વિવિધતામાં એકતાના દર્શન કરવા માટે આ સ્થળની મુલાકાત નું આયોજન કરેલું હતું. તેમજ સરદાર વલ્લભભાઈ પટેલે ભારતના 562 રજવાડાઓનું એક અખંડ ભારતમાં નિર્માણ કેવી રીતે કર્યું તેની પણ જાણકારી મેળવી. તેની સાથે સાથે ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્રની જીવા દોરી સમાન સરદાર સરોવર ડેમની પણ મુલાકાત લીધી હતી. શાળાના શિક્ષકો દ્વારા ખૂબ કાળજીથી બાળકોને સમગ્ર શૈક્ષણિક પ્રવાસ દરમિયાન માહિતી આપવામાં આવી રહી હતી.
અને બાળકોને ડભોઇ નજીક આવેલ વઢવાણા પક્ષી અભયારણ્યની પણ મુલાકાત કરાવવામાં આવી હતી. આમ સમગ્ર શૈક્ષણિક પ્રવાસ દરમિયાન આપણી ઐતિહાસિક વાતોની જાણકારી વિદ્યાર્થીઓએ મેળવી પોતાના જ્ઞાનમાં વધારો કર્યો હતો.