NANDODNARMADA

પોઇચામાં ડુબિગયેલા સાત પૈકી બે કિશોરના મૃતદેહ મળ્યા નર્મદા નદીમાં અન્યની શોધખોળ

પોઇચામાં ડુબિગયેલા સાત પૈકી બે કિશોરના મૃતદેહ મળ્યા નર્મદા નદીના અઢી કિલોમિટર પટમાં અન્યની શોધખોળ

 

એનડીઆરએફ, વડોદરા, ભરૂચ, કરજણ પાલિકાના તરવૈયાની ટીમો દ્વારા ૬ બોટની મદદથી કરાતી શોધખોળ,

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

પોઇચા ખાતે સર્જાયેલી કરુણાંતિકામાં નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચલાવાઇ રહેલી બચાવ કામગીરી દરમિયાન આજ બુધવારે સવારે એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો છે. હાલમાં એનડીઆરએફ, ફાયર ફાયટરની ટીમો દ્વારા ૬ જેટલી બોટ, નાવડી દ્વારા નદીમાં બાકીના લોકોની શોધખોળ ચાલી રહી છે. ૬૦થી વધુ બચાવ કામગીરી દ્વારા નર્મદા નદીમાં અઢી કિલોમિટર જેટલા વિસ્તારમાં આ તરવૈયાઓ દ્વારા શોધ કરવામાં આવી રહી છે.

રાજપીપળા સ્થિત આપત્તિ વ્યવસ્થાપન નિયંત્રણ કક્ષ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગઇ કાલ તા. ૧૪ના રોજ મધ્યાહનના સમયે પોઇચા ખાતે આવેલા શ્રદ્ધાળુ પરિવારના ૧૭ સભ્યો પોઇચા નિલકંઠ ધામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં સ્નાન કરવા માટે ગયા હતા. ત્યારે આ કરુણાંતિકા સર્જાઇ હતી અને જેમાં આઠ વ્યક્તિ નર્મદા નદીના વહેણમાં ગરકાવ થઇ ગઇ હતી. એ દરમિયાન, ન્હાવા પડેલી મગનભાઇ નાનાભાઇ જીંજાળા નામની એક વ્યક્તિને સ્થાનિક લોકોએ ડૂબતા બચાવી લીધી હતી.

 

આપત્તિ વ્યવસ્થાપન કક્ષને મળેલા રિપોર્ટ મુજબ ભરતભાઇ મેઘાભાઇ બલદાણિયા (૪૫), આર્નવ ભરતભાઇ બલદાણિયા (૧૨), મૈત્રવ ભરતભાઇ બલદાણિયા (૧૫), વ્રજ હિંમતભાઇ બલદાણિયા (૧૧), આર્યન રાજુભાઇ જીંજાળા (૭), ભાર્ગવ અશોકભાઇ હડિયા (૧૫) અને ભાવેશ વલ્લભભાઇ હડિયા (૧૫) નર્મદા નદીમાં ડૂબી જવા પામ્યા હતા.

નર્મદા જિલ્લા વહીવટી તંત્રને આ દુર્ઘટનાની જાણ થતાની સાથે જ રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એનડીઆરએફ, વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગ, કરજણ અને ભરુચ નગરપાલિકાના ફાયર વિભાગને બચાવ કામગીરી માટે બોલાવી લેવામાં આવી હતી. આ ટીમો દ્વારા નર્મદા નદીમાં તુરંત ડૂબી ગયેલી સાત વ્યક્તિની શોધખોળ આદરવામાં આવી હતી.

 

શોધખોળમાં એનડીઆરએફ અને વડોદરાની કુલ મળી ત્રણ બોટ ઉપરાંત સ્થાનિક ત્રણ નાવડીમાં બચાવકર્મીઓ દ્વારા નર્મદા નદીમાં ડૂબી ગયેલા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. આજ તા. ૧૫ને બુધવારના સવારે આઠેક વાગ્યે ભાવેશભાઇ વલ્લભભાઇ હડિયા ઊ. ૧૫ વર્ષ નામના કિશોરનો મૃતદેહ મળી આવ્યો છે ત્યાર બાદ સાંજે ૪:૩૦ કલાકની આસપાસ બીજા કિશોર ભાર્ગવ અશોક ભાઈ હડીયા ઉ ૧૫ નાઓનો મૃતદેહ મળી આવેલ છે

 

ગઈકાલે જ્યારે આ ઘટના બની ત્યાર બાદ રાજપીપળા નગરપાલિકાના વિભાગના તરવૈયાઓ એ શરૂઆતમાં બચાવ કાર્ય શરૂ કર્યું હતું. ત્યારબાદ વડોદરા ફાયર વિભાગ અને એનડીઆરએફ વડોદરા ની ટીમો પણ અહીંયા પહોંચી હતી અને ડુબી જનારાઓની શોધખોળ શરૂ કરી હતી પરંતુ મોડી રાત સુધી ના સાત પૈકી કોઈની પણ બોડી મોડેલ ન હતી..

 

પ્રાથમિક અહેવાલો મુજબ ડૂબી જનારા પરિવાર મૂળ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોટડી ગામના વતની છે અને હાલમાં વ્યવસાય અર્થે સુરત સ્થાયી થયા છે. ઉનાળું વેકેશનના કારણે આ પરિવાર પોઇચા ધામ અને કરનાણી ખાતે ધાર્મિક યાત્રાએ આવ્યો હતો અને તે સમયે આ દુઃખદ ઘટના બની હતી. હાલમાં નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા આ પરિવારને પોઇચા ધામ ખાતે રાખવામાં આવ્યો છે.

 

 

તંત્રની બેદરકારીના કારણે બનેછે વારંવાર ઘટનાઓ… ??

 

નર્મદા જિલ્લાના પોઇચા નર્મદા નદીના પટ ખાતે વારંવાર લોકોના ડૂબી જવાની ઘટના બને છે ત્યારે હાલમાં બનેલી કરુણ ઘટના બાદ લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે નદીના પટમાં આવા બ્લેક પોઇન્ટ ખાતે તંત્ર દ્વારા કોઇ સાઈન બોર્ડ અથવા સાવચેતીના પગલા બેરીકેટ કેમ લગાવવામાં નથી આવતી તેવી લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે!?? ઉપરાંત દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ અથવા પ્રવાસીઓ નદીમાં નાહવા નહીં જાય અને સાવચેતી રાખે તે પણ જરૂરી છે…

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button