
પ્રસિધ્ધ સંગીતકાર શિવરામ પરમારે મુંબઈથી રાજપીપલા આવી મતદાન કર્યું
અતિ વ્યસ્તતા વચ્ચે ફક્ત મતદાન કરવા મુંબઈથી ૧૬ કલાક ડ્રાઇવ કરી રાજપીપલા આવ્યા સંગીતકાર શિવરામ પરમાર
રાજપીપલા : જુનેદ ખત્રી
લોકસભાની ચૂંટણીનું આજે ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું હતું જેમાં સમગ્ર ગુજરાતમાં 26 બેઠકો માટે મતદાન યોજાયું હતું મતદાનના મહાપર્વમાં ભાગ લેવા માટે દૂર દૂરથી લોકો પોતાના માદરે વતન આવે છે ત્યારે અતિ વ્યસ્તતાની વચ્ચે સંગીતકાર શિવરામ પ્રમાણે મુંબઈથી રાજપીપળા આવીને પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો
સંગીતકાર શિવરામ પરમાર મુંબઈમાં સ્થાયી થયેલા છે તેઓ અતિવ્યસ્ત સમયમાંથી મતદાન માટે સમય કાઢીને મુંબઈથી રાજપીપળા મતદાન કરવા આવ્યા હતા મતદાન કરીને તેઓ મુંબઈ પરત જવા રવાના થયા હતા. તેઓએ મતદાનના મહાપર્વ એ લોકોને જણાવ્યું હતું કે અતિવ્યસ્ત સમય હોવા છતાં પણ મેં મતદાન કરવા મુંબઈથી રાજપીપળા આવ્યો છું
૧૬ કલાક ડ્રાઇવ કરી અને ૭૦૦ કિલોમીટર ફક્ત લોકો ને મતદાનનું મહત્વ સમજાવવા તેમજ આવનાર પેઢી પોતાની ફરજ બતાવવા સાથે સાથે લોકતંત્ર ને મજબૂત કરવા ના હીત માટે આગળ આવે તે સૌને અપીલ છે આ મતદાનના મહાપર્વમાં દેશના દરેક નાગરિકે ભાગ લેવો જોઈએ તેમજ ફરજિયાત મતદાન કરવું જોઈએ ભારતના લોકતંત્રને મજબૂત બનાવવું એ આપણી સૌની ફરજ છે જેથી દેશની લોકશાહી માટે સૌ નાગરિકોને મતદાન કરવા અપીલ કરી હતી