થરા ખાતે શ્રી કાંકરેજ તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ કેળવણી મંડળ સંચાલિત શ્રી સ્વસ્તિક વિદ્યાલયમાં દિક્ષાન્ત સમારોહ સંપન્ન.


8 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
વહેપારી મથક થરા ખાતે આવેલ શ્રી કાંકરેજ તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ કેળવણી મંડળ સંચાલિત શ્રી સ્વસ્તિક વિદ્યાલયમાં દ્વારા આયોજીત પ્રગતિપથ શુભેચ્છા સમારોહ ઠાકોર બોર્ડિંગ વિદ્યા સંકુલમાં ધોરણ ૧૦/૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમની ભાવિ કારકિર્દીના પગથિયા સમાન એસ.એસ.સી.અને એચ. એસ.સી.બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા હોઈ તેઓનું પરિણામ અતિ ઉતમ આવે તે માટે પ્રેરણા, પ્રોત્સાહન અને શુભેચ્છા પાઠવવા શાળામાં શુભેચ્છા વિદાય સમારોહ કાંકરેજ ધારાસભ્ય અમરતજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને,થરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પૂર્વ આચાર્ય ડૉ. હેમરાજભાઈ આર.પટેલના મુખ્ય મહેમાન પદે,ઉણ હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય બી.એમ.પંડ્યાના અતિથિ વિશેષ પદે યોજાયો હતો.દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શાળાના આચાર્ય અભુજી ઠાકોરે શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકારી વિદ્યાલય પરિવારે પુષ્પ ગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.દાતાઓ દ્વારા બોર્ડની પરીક્ષામાં એક થી પાંચમા ક્રમે આવનાર વિદ્યાર્થીઓને ચાંદી નો સિક્કો,વોટર બેગ, રમતગમત ની કિટો ટ્રોફી સહિત રોકડ રકમ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.કાંકરેજ ધારાસભ્ય અમરતજી ઠાકોરે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું કે તમામ બાળકો ભણીગણી ઉચ્ચ ડીગ્રી પ્રાપ્ત કરી માતા-પિતા તથા ક્ષત્રિય ઠાકોર સમાજ સહિત શાળાનું નામ રોશન કરે અને હું તમારા પરિવારનો ભાઈ છું તો મારા લાયક કોઈ ક્ષેત્રમાં જરૂર પડે તો સેહ શરમ રાખ્યા વિના,વિના સંકોચે અડધી રાત્રે ફોન દ્વારા તથા રૂબરૂ મળી શકો છો.આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ એવમ બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભુપતજી નાગજીજી મકવાણા (ઠાકોર),જી.કે.ટી.એસ. બનાસકાંઠા જિલ્લા પ્રમુખ એવમ ઠાકોર સમાજના અગ્રણી ડી.ડી. જાલેરા,તેમજ સમાજના સૌ અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય અભુજી ઠાકોરે તથા આભાર વિધિ પ્રવિણભાઈ ઠાકોરે કરીહતી.નટવર.કે.પ્રજાપતિ એ જણાવ્યું હતું.







