દે.બારિયા નજીક આવેલા એક ગામમાંથી એક મહિલાએ ફોન કરી અને 181 મહિલા હેલ્પલાઇનની મદદ લીધી

તા.૦૭.૦૫.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Devgadhbariya:દેવગઢ બારિયા નજીક આવેલા એક ગામમાંથી એક મહિલાએ ફોન કરી અને 181 મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી.
ત્યારબાદ મહિલાએ જણાવેલ સરનામે પહોંચ્યા બાદ કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળેલ કે તેઓને બે દીકરીઓ છે. અને તેઓના પતિ તેઓને આર્થિક રીતે અને શારીરિક રીતે હેરાન ગતિ કરતા હતા. અને પીડિતાના પતિએ તેઓના ઘરમાં પણ તોડફોડ કરી હતી. પીડિતાના પતિ પોતાના ખર્ચા માટે પોતાની દીકરીઓ જે કમાણી કરતી હતી તેઓની પાસેથી પૈસા પણ લઈ લેતા હતા. અને તેઓને એક પૈસા પણ વાપરવા આપતા ન હતા અને તેઓનું ભરણપોષણ પણ કરતા ન હતા પિતાના પતિ તેમ પીડિતાને વારંવાર મારપીટ કરતા હતા અને અપશબ્દ બોલતા હતા જેના કારણે તેઓ તેમના પિયરમાં છેલ્લા સાત વર્ષથી રહેતા હતા. પીડિતાની દીકરી ના લગ્ન કરાવવા માટે તેઓ તેમના સાસરીમાં આવ્યા હતા. જેના કારણે તેમના પતે તેઓને અપશબ્દ બોલે અને તારા બાપના ઘરે જતી રે તેવા શબ્દો વાપરતા હતા. જેથી પીડિતાના પતિનું કાઉન્સિલિંગ કરી અને તેઓને સમજાવ્યા કે તમારા પત્ની અને તમારા દીકરીઓની જવાબદારી તમારી છે તો તમે તમારા પરિવાર જોડે રહી અને તમારી જવાબદારી પૂરી કરી શકો. તમે પતિ પત્ની બંને ભેગા રહી અને કામ ધંધો કરો જેના કારણે તમારું ઘર ચાલી રહે. પીડિતા ના પતિની બાહેધરી લઈ ને સુખદ સમાધાન કરાવેલ છે









