
તા.૨૮.૦૪.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:વિશ્ર્વ કલ્યાણ માટે યોજાનાર મા નમૅદા પરિક્રમા તથા શ્રીરામ મહાયજ્ઞ ના ઉપલક્ષ મા
સુરક્ષા અને સલામતી માટે વડોદરા જીલ્લા ગ્રામ્ય પોલીસ વડા ની શુભેચ્છા મુલાકાત લેતા રામાનંદ પાકૅ દાહોદ ના મહામંડલેશ્વર જગદીશદાસજી મહારાજ
વડોદરા. સંકટમોચન વિજય હનુમાન ટેકરી તપોવન મલાડ મુબંઈ તથા દાઉજી મંદિર ડાકોર
પરમાધ્યક્ષ ટીલાદ્વારા ગાધાચાયૅ મંગલપીઠાધીશ્ર્વર શ્રી શ્રી ૧૦૦૮ શ્રીમંત માધવાચાયૅજી મહારાજ ના આયોજન અને સાનિધ્યમાં વિશ્ર્વ કલ્યાણ અથૅ યોજાનાર પવિત્ર મા નમૅદા પરિક્રમા તા.૨૮ મી એપ્રિલ ૨૦૨૪ ના રોજ ગુજરાત રાજ્યના વડોદરા જીલ્લા ના શિનોર તાલુકામાં આવેલ અવધ નારાયણ આશ્રમ માલસર મુકામે થી પ્રસ્થાન થશે ગુજરાત રાજ્ય તથા મધ્ય પ્રદેશ રાજ્ય ના નમૅદા તટ પર આવેલ વિવિધ જીલ્લા ઓ મા થી પ્રસાર થશે અને રાત્રી રોકાણ કરશે તથા ૭ મે ના રોજ પૂણૉહૂતિ થશે આ પરિક્રમા મા સમગ્ર ભારતભરના સંતો. મહંતો .મહામંડલેશ્વરઓ શ્રધ્ધાળુઓ. ભકતજનો જોડાનાર હોય સુરક્ષા અને સલામતી માટે સતત સેવાકાર્ય માગંલિક કાયૅ ધાર્મિક કાયૅક્રમો મા સક્રીય રામાનંદ પાકૅ દાહોદ શ્રી રામજી મંદિરના મહામંડલેશ્વર જગદીશદાસજી મહારાજે વડોદરા જીલ્લા ગ્રામ્ય પોલીસ વડા રોહન આનંદ ની રૂબરૂમાં શુભેચ્છા મુલાકાત લઇ તમામ વિગતો થી માહિતગાર કરી શ્રી રામ જન્મ ભુમિ અયોધ્યા નો પ્રસાદ આપી આશીર્વાદ આપ્યા હતા તથા તેઓની સાથે રામાનંદ પાકૅ ના સભ્યો પણ જોડાયા હતા સાથોસાથ રુરલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ વડોદરા ના પી.આઈ કૃણાલ પટેલ ની મુલાકાત લીધી હતી
નમૅદા પરિક્રમા પુણૅ થયા બાદ તા.૦૯ મી મે ૨૦૨૪ ના રોજ થી અવધ નારાયણ આશ્રમ માલસર મુકામે શ્રી રામ મહાયજ્ઞ. હનુમાન ચાલીસા .સંત સમાગમ ભજન .ભોજન પ્રસાદી ભોજન ભંડારા સાથે વિવિધ ધાર્મિક કાયૅક્રમ નુ આયોજન કરવામાં આવ્યું છે
આ સમગ્ર કાયૅક્રમ માટે ગુજરાત સરકાર તથા મધ્ય પ્રદેશ સરકાર ના ગૃહ વિભાગ તરફથી સુરક્ષા અને સલામતી માટે સહકાર મળ્યો હોવાનું મહામંડલેશ્વર જગદીશદાસજી મહારાજે જણાવ્યું હતુ તેમજ હાલ મા લોકશાહી ના પવૅ ના લોકસભાની ચુટણી મા સંતો મહંતો .શ્રધ્ધાળુઓ પોતાના મતાધિકાર નો ઉપયોગ કરશે









