
સાગબારા પોલીસ સ્ટેશન ખાતે હિંદુ-મુસ્લિમ એકતા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં સુલેહ શાંતિ જળવાઈ તે માટે નર્મદા પોલીસ સતત પ્રયાસો કરી રહી છે જે સંદર્ભે સાગબારા પોલીસ મથક ખાતે હિંદુ મુસ્લિમ એકતા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું
પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક નર્મદાના માર્ગદર્શન હેઠળ સાગબારા પોલીસ સ્ટેશનના સને-૨૦૨૪ ના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમ્યાન હિન્દુ-મુસ્લિમ એકતા તથા ભાઇચારો કેળવાઇ રહે તે સારૂં સાગબારા પોલીસ સ્ટેશન ખાતે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ. જે વોલીબોલ ટુર્નામેન્ટમાં સાગબારા તાલુકાની ૧૧ ટીમોએ ભાગ લીધેલ. જેમાં નવીફળી-A તથા નવીફળી-B ટીમ ફાઇનલમાં આવેલ જેમાં નવીફળી-A ટીમ વિજેતા થયેલ. જે વિજેતા થયેલ ટીમને પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક નર્મદાના હસ્તે ટ્રોફી તથા પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યું