Gujarat High Court : દુષ્કર્મ પીડિત ૧૭ વર્ષીય સગીરાના ૭ અઠવાડિયાના ગર્ભના ગર્ભપાતની ગુજરાત હાઈકોર્ટે મંજુરી આપી

ગુજરાત હાઇકોર્ટે વધુ એક દુષ્કર્મ પીડિત સગીરાને ગર્ભપાતની મંજુરી આપી છે. આ કેસમાં હાઇકોર્ટે દુષ્કર્મ પીડિત 17 વર્ષીય સગીરાના 7 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાતની મંજૂરી આપી છે. હાઈકોર્ટે મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ગાયનેકોલોજિસ્ટ અને સરકારી હોસ્પિટલના મેડિકલ રિપોર્ટ પ્રમાણે આ ગર્ભપાતની મંજૂરી આપી છે.
કોર્ટે નોંધ્યું કે સગીરાને એક બાળક છે તો તે બીજા બાળકને કઈ રીતે સાચવી શકે? પીડિતાના વકીલે દલીલ કરી હતી કે 24 અઠવાડિયાના ગર્ભની ગર્ભપાતની મંજૂરી મળતી હોય તો અહીં કેમ ન મળે?
તમામ કારણો ધ્યાને લેતા હાઈકોર્ટે સુરતમાં ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી છે. આ સગીરા સાથે લગ્ન કરવાની લાલચે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
ગુજરાત હાઇકોર્ટે આ ચુકાદો ગત સ્પટેમ્બર-2023 મહિનામાં આપ્યો હતો. દુષ્કર્મની ઘટના બાદ પીડિતાને હાલમાં 18 અઠવાડિયાનો ગર્ભ હતો. મામલો હાઈકોર્ટમાં જતાં કોર્ટે 16 વર્ષ 8 મહિનાની દુષ્કર્મ પીડિતાને મેડિકલ કેસ પેપર્સ જોયા બાદ ગર્ભપાતની મંજૂરી આપી હતી. દુષ્કર્મના આરોપી સામે કડી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો.