
તા.૦૬.૦૪.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના BSNL ઓફિસ નજીક આવેલ બેન્ક ઓફ બરોડાના BC પોઈન્ટો બેન્ક મેનેજર દ્વારા બંધ કરાતા ખાતા ધારકો રખડ્યા
આજરોજ તારીખ.૦૬.૦૪.૨૦૨૪ શનિવાર ૧૨ કલાકે વાત કરીયેતો દાહોદ જિલ્લામાં લગ્નની સીઝન ચાલુ છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને નાની મોટી જરૂરીયાતોને લઈ મોટા ભાગે દૂર દૂરથી પોતાના રૂપિયા લેવાં ખાતા ધારાકો દાહોદ ખાતે બેન્કમાં આવતા હોય છે ત્યારે જાણવા મળ્યા અનુસાર દાહોદ શહેરના ચાકલીયા ચોકડી BSNL ઓફિસ નજીક આવેલ બેન્ક ઓફ બરોડાના મેનેજર દ્વારા દાહોદના ચાકલીયા ચોકડી બેન્ક ઓફ બરોડાના સામે આવેલ બે BC પોઇન્ટ મેનેજર દ્વારા બંધ કરાતા ગ્રાહકોને સમશ્યાઓનું સામનો કરવો પડી રહ્યો છે જયારે ખાતા ધારકો બેન્કમાં રૂપિયા લેવા આવે છે ત્યારે બેન્ક કેશિયરં દ્વારા જણાવવામાં આવે છે કે તમારા પાસે આધાર કાર્ડ છે તો તમેં બેન્ક દ્વારા આપેલા BC પોઇન્ટો પરથી પૈસા કાઢીલો ત્યારે ખાતા ધારકો BC પોઇન્ટ પર જાય છે ત્યારે BC પોઇન્ટ પરથી બેન્ક માંથી BC પોઇન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે એવુ ખાતા ધારકો દ્વારા કહેવામાં આવે છે જેના કારણે ખાતા ધારકોને પોતાનાજ પૈસા ઉપાડવામાં સમશ્યાનો સામનો કરવો પડી રહ્યો છે જેથી ખાતા ધારકોને પડતી સમશ્યાઓનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે એવી માંગ ખાતા ધારકો દ્વારા ઉઠી છે ત્યાર બાદ ખાતા ધારકોને પડતી સમશ્યાઓને લઈ બેન્ક મેનેજરથી પત્રકારો મળવા જતા કોઈ સંતોષકારક જવાબ નહિ આપી મિટિંગમાં છું એવુ જણાવાયુ હતું ત્યારે દૂર દૂર થી પોતાના પૈસા ઉપાડવા આવતા ગરીબં આદિવાસી લોકોને ક્યાંકને ક્યાંક સમશ્યાઓનું સામનો કરવો પડી રહ્યો છે