
તા.૬/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: NEET UGમાં ઓલ ઇન્ડિયામાં રાજકોટના વિદ્યાર્થીએ ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે. જી હા…દેશના જાહેર કરાયેલા ટોપ 100માં કુલ 6 વિદ્યાર્થીએ સ્થાન મેળવ્યું છે. જેમાં રાજકોટના દર્શ પાઘડારે NEET UGમાં ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે. રાજકોટના પ્રીમિયર સ્કૂલના વિદ્યાર્થી દર્શ પાઘડારે NEET UGમાં 720માંથી 720 માર્ક મેળવી ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં નંબર વનનું સ્થાન મેળવ્યું છે.
NEET UGમાં ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ રેન્ક મેળવનાર દર્શ પાઘડારેના પિતાની જેમ પોતે પણ ડોક્ટર બનવા માગે છે. તેમની બહેન પણ MBBSનો અભ્યાસ કરી રહી છે. દર્શનું સપનું પણ MBBS બાદ સર્જન બનવાનું છે.
ગુજરાતના બે વિદ્યાર્થીને 720માંથી 720 માર્ક્સ મળ્યા છે. જેમાં એક વિદ્યાર્થી રાજકોટનો અને બીજો અમદાવાદનો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટના દર્શ પાઘડારને ફિઝિક્સમાં 99.967, કેમિસ્ટ્રીમાં 99.861, બાયોલોજીમાં 99.908 માર્ક્સ મળ્યા છે.