NANDODNARMADA

સાગબારાના કુંવરખાડી પોલીસ ચેક પોસ્ટ પાસેથી મોટરસાયકલ ઉપર વિદેશી દારૂ લઈ જતા બે આરોપી ઝડપાયા

સાગબારાના કુંવરખાડી પોલીસ ચેક પોસ્ટ પાસેથી મોટરસાયકલ ઉપર વિદેશી દારૂ લઈ જતા બે આરોપી ઝડપાયા

 

જુનેદ ખત્રી : રાજપીપલા

લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે નર્મદા મોદી દ્વારા આંતરરાષ્ટ્રીય ચેકપોસ્ટ ઉપર સઘન વોચ રાખવામાં આવી રહી છે ત્યારે સી.ડી.પટેલ પોલીસ સબ ઇન્સ્પેકટર તથા સાગબારા પોલીસ સ્ટાફના માણસો કુંવર ખાડી ચેકપોસ્ટ બાતમી આધારે વાહન ચેકીંગ કરતા હતા તે દરમ્યાન મહારાષ્ટ્ર તરફથી એક હોંડા સ્પ્લેન્ડર મો.સા નંબર GJ 22 5163 ની ઉપર બે ઇસમો એક કંતાનના કોથડામાં ગે.કા.વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂના અલગ-અલગ બ્રાંડની દારૂની તથા બીયર બોટલો તથા બીયર ટીન કુલ બોટલો નંગ-૨૮૪ કિ.રૂ. ૨૮,૪૦૦/- નો પ્રોહી મુદ્દામાલ આરોપી વિરલભાઇ ગોવિદભાઇ વસાવા રહે.દેવમોગરા, તા.સાગબારા, જી.નર્મદા, નાઓને આપવા જતા મો.સા નંગ-૦૧ કિ.રૂ. ૨૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫૩,૪૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપીઓ (૧) ભાવદિપ દિલવરસીંગ વસાવે ઉ.વ.૨૦ રહે. તિનખુણીયા તા. અક્કલકુવા, જી. નંદુરબાર (મહારાષ્ટ્ર) તથા (૨) શિવરામ કુવરસીંગભાઇ વસાવા ઉં.વ.૨૬ રહે. ગુંદવાણ, તા. સાગબારા, જી.નર્મદા, નાઓને ગુનાના કામે પકડી પાડી સાગબારા પોલીસ સ્ટેશન માં ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button