NANDODNARMADA

રાજપીપળામાં ખત્રી હલીમા સાદિયાએ સવા ત્રણ વર્ષની ઉંમરે જીવનનો પહેલો રોજો રાખી ખુદાની બંદગી કરી

રાજપીપળામાં ખત્રી હલીમા સાદિયાએ સવા ત્રણ વર્ષની ઉંમરે જીવનનો પહેલો રોજો રાખી ખુદાની બંદગી કરી

 

જુનેદ ખત્રી : રાજપીપલા

 

રમઝાનનો પવિત્ર માસ શરુ થતા જ મુસ્લિમો પોતાના રબ ને રાજી કરવા પવિત્ર રમઝાન માસ દરમિયાન રોજા રાખી નમાજ પઢી અને દુઆઓ ગુજારી બંદગી કરી રહ્યા છે

મુસ્લિમ સંપ્રદાયનો વર્ષભરનો અતિ મહત્વનો ગણાતો પવિત્ર માસ રમઝાન માસ. જે ખુબ મહિમા ધરાવતો માસ કહેવાય છે. પવિત્ર રમઝાન માસની વાત કરીએ તો ધૈર્ય, સખાવત અને કસોટીનો ત્રિવેણી સંગમ સમો માસ પણ કહેવાય છે. ત્યારે વિશ્વભરના મુસલમાનો એક માસ સુધી રોઝા ઉપવાસ કરી ખુદાની બંદગીમાં મશગુલ બન્યા છે.

 

પ્રારંભ થયેલા રમઝાન માસમાં મુસ્લિમ બિરાદરો અલ્લાહની ઇબાદતમાં ભૂખ્યા તરસ્યા રહી ઉપવાસ રાખી રહ્યા છે. ત્યારે નાના ભૂલકાઓ પણ તેમાંથી બાકાત નથી રાજપીપળામા ખત્રી હલીમાસાદીયા રઈશઅશરફે 3.3 (સવા ત્રણ) વર્ષની ઉંમરે આજે તેના જીવનનો પહેલો રોજો રાખી રબને રાજી કરવાનો પ્રયાસ કર્યો છે તેમજ દુઆઓ ગુજારી છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button