
ડેડીયાપાડા ભારત યાત્રા કેન્દ્ર ની ની અંકલેશ્વર ના ઉદ્યોગપતિ એ મુલાકાત લીધી.

તાહિર મેમણ : ડેડીયાપાડા – 19/11/2024-માજી પંથપ્રધાન શ ચંદ્રશેખર જી દ્વારા ખાસ ગરીબ આદીવાસી બાળકો ના શિક્ષણ અર્થે સ્થાપિત ભારત યાત્રા કેન્દ્ર ના મારફતે ચાલતી શ્રી નાલંદા આશ્રમશાળા ચીકદા માં અંકલેશ્વરના ઉદ્યોગપતિ મહેશભાઈ .જે. પટેલ દ્વારા ભરૂચ જિલ્લાના ઉદ્યોગપતિઓ ભેગા મળી બાળકો માટે સેવા યજ્ઞ શરૂ કરવાની હાકલ કરી
મહેશભાઈ જે પટેલ પ્રજ્ઞા ડાઇ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ ના ડાયરેકટર (ઉદ્યોગપતિ) ના સહયોગથી નીચે લખેલ ઉદ્યોગપતિઓ શ્રી નાલંદા આશ્રમશાળામાં ભેગા થયા જેમાં જશુભાઈ ચૌધરી (પ્રમુખ )અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ, ડો. બાલેશભાઈ ચન્દાંગની, (સચિવ )હરેશ પટેલ(ઉપાધ્યક્ષ) દીપેન પટેલ ,નિલેશ પટેલ, કે. પટેલ કેમો ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ નિલેશ દરબાર અને અન્ય ઉદ્યોગપતિઓ ગ્રુપ દ્વારા નાલંદા આશ્રમશાળા નું નિરીક્ષણ શાળાના સંચાલક ડો.કે.મોહન આર્ય સહ સંચાલક સાગર .કે. આર્ય વ્યવસ્થાપિકા ડો. ક્રિષ્ના .કે .આર્ય અને આચાર્ય દિનેશભાઈ લક્ષ્મણભાઈ વસાવા તેમજ તેમજ શાળા ના કર્મચારીઓ સાથે ભેગા થઈ શ્રી નાલંદા આશ્રમશાળા નું બાંધકામ જોઈને પ્રભાવિત થયા અને ખાતરી આપી કે ભવિષ્યમાં આ સ્કૂલના બાળકો માટે આધુનિક પ્રકારનીતેમજ ઉચ્ચ શિક્ષણ માટે અને સ્કૂલને આધુનિક બનાવવા માટે જે પણ મદદ જોઈએ એના માટે એના માટે અમે સહયોગ આપીશું સ્કૂલના ટ્રસ્ટી કે મોહન આર્ય દ્વારા તમામ ઉદ્યોગપતિઓનો આભાર માનવામાં આવ્યો હતો અને બાળકો પણ પોતાના માટે કંઈક સારું થવાની ખુશીમાં મહેમાનોનો આભાર માન્યો હતો









