
એકતા નગર ખાતે CISFના ૫૫મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી
જુનેદ ખત્રી : રાજપીપલા

કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ(CISF)ના ૫૫ માં સ્થાપના દિવસની એકતા નગર ખાતે ઉજવણી કરવામાં આવી છે,આજે એકતા નગર ખાતે CISF ના સ્ટેચ્યુ ઓફ યુનિટી યુનિટ દ્વારા આજે કેમ્પસ ખાતે ધ્વ્જારોહણ કરીને ઉજવણી કરવામા આવી હતી અને CISF ના જવાનોએ સલામી અર્પી હતી.

CISF ના સ્ટેચ્યુ ઓફ યુનિટી યુનિટના ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી ભાસ્કર નાયડુની ઉપસ્થિતીમાં યોજાયેલ કાર્યક્રમમાં CISF ના ધ્વજ્નું આરોહણ કર્યુ હતુ અને ઉપસ્થિત જવાનોએ સલામી આપી હતી. ખાસ આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં તૈનાત શ્વાનદળના કરતબોનું નિદર્શન પજ્ણ કરવામાં આવ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે, વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લેતા કેન્દ્ર સરકાર દ્વારા ૨૫ ઓગસ્ટ ૨૦૨૦થી સમ્ગ્ર પરીસરની સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ(CISF)ને સોંપવામાં આવી છે






