
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને લઈને નર્મદા જિલ્લા પોલીસ એલર્ટ, યાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું
રાજપીપલા : જુનેદ ખત્રી
રાહુલ ગાંધી મણીપુરથી ભારત જોડો ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે જે યાત્રા ૦૯ માર્ચના દિવસે નર્મદા જિલ્લામાં પ્રવેશ કરવાની છે ત્યારે નર્મદા પોલીસ દ્વારા સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું કોંગ્રેસ આગેવાનો ને સાથે રાખી નર્મદા પોલીસ તેમજ રાહુલ ગાંધીની સુરક્ષા કરનાર જવાનો એ સાથે મળી ગાંધી ચોકથી સફેદ ટાવર થી આંબેડકર ચોક થઈ હરસિદ્ધિ માતાજીના મંદિર સુધી રૂટનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી રાજપીપળામાં પદયાત્રા કરવાના છે ત્યારે તેમની સુરક્ષા અને સલામતી માટે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા સઘન રૂટ ચેકીંગ હાથ ધર્યું હતું
[wptube id="1252022"]