GUJARATLUNAWADAMAHISAGAR

જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને લુણાવાડા પી.એન.પંડ્યા કોલેજ ગ્રાઉન્ડ ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને લુણાવાડા પી.એન.પંડ્યા કોલેજ ગ્રાઉન્ડ ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો

“વિકસિત ભારત – વિકસિત ગુજરાત: નારીશક્તિ વંદના” કાર્યક્રમ ગુજરાતની દરેક વિધાનસભા બેઠક ઉપર યોજાયો હતો ત્યારે મહીસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકાનો કાર્યક્રમ પી એન પંડયા કોલેજ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઇ પટેલએ જણાવ્યું હતું કે, નેશનલ રૂરલ લાઈવલીહૂડ મિશન અંતર્ગત મહીસાગર જિલ્લાના લુણાવાડા અને ખાનપુર તાલુકામાં 861 જેટલા જૂથો કાર્યરત છે. જેના થકી આજે મહિલાઓ આર્થિક રીતે મજબૂત બનવાની સાથે સ્વ નિર્ભર અને વોકલ ફોર લોકલ મંત્રને સાર્થક કરી રહી છે. આ યોજના થકી સ્વ સહાય જૂથો, ગ્રામ સંગઠન અને સી.એલ.એફ માં લુણાવાડા અને ખાનપુર તાલુકાનાં 118 ગ્રામ સંગઠન ને કુલ 590.00 લાખ ને કૉમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ (CIF) ચૂકવણું કરવામાં આવેલ છે. લુણાવાડા અને ખાનપુર તાલુકામાં દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત કુલ- 4360 બહેનો લખપતિ દીદી રૂપિયા 1 લાખથી વધારે વાર્ષિક આવક કરે છે.

કાર્યક્રમમાં સ્ટેજ પરથી એન.આર.એલ..એમ અને એન.યુ.એલ.એમ યોજનાના પાંચ જૂથોને આર.એફ, સી.આઈ.એફ, અને કેશક્રેડિટ રૂપિયા- 7.30 લાખનું ચૂકવણું કરવામાં આવેલ છે. અને આર.સે.ટી મહીસાગર દ્વારા કમ્પ્યુટર એકાઉન્ટિંગ ની તાલીમ પામેલ બે લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી મહીસાગર દ્વારા મહિલા કલ્યાણની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી હુકમ- ચેક વિતરણ અને વિશિષ્ટ યોગદાન આપી મહિલાઓને સન્માનીત કરવામાં આવ્યા. જે અંતર્ગત જીલ્લામાં રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 2 (બે) તેજસ્વિની દીકરીઓને શિલ્ડ આપી સન્માનીત કરવામાં આવી. તેમજ પંચાયતી રાજ ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપનાર 2 (બે) મહિલા સરપંચશ્રીઓને શિલ્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા. વહાલી દીકરી યોજના અંતર્ગત 3 (ત્રણ) લાભાર્થીઓને મંજૂરી હુકમ અને દીકરી વધામણાં કિટનું વિતરણ કરવામાં આવ્યું. તે સિવાય આંગણવાડી કેન્દ્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર/ તેડાગરને જિલ્લા અને તાલુકા કક્ષાનો 3 (ત્રણ) બહેનોને માતા યશોદા એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા.

 

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button