
તા: 14.03.2023
વાત્સલ્યમ્ સમાચાર
હિતેન્દ્ર ગોસાઈ
આજ રોજ અમદાવાદ ખાતે આવેલ ગીતા હોલ (ભવન્સ કોલેજ) પૂર્વી આર્ટ થિયેટર દ્વારા વિવિધ કલાકારોનું અનુકીર્તન કરવાનું આયોજન કરેલ. જેમાં તમામ પ્રકારના કલાકારોની ઉપસ્થિતિમાં સૌ પ્રથમ દિવ્ય જ્યોતનું પ્રાગટ્ય કરીને અવસરનો શુભારંભ કરેલ. અતિથિ વિશેષ સી એમ. પટેલ, દિવ્યાબેન પટેલ, અભિલાષ ઘોડા થતા જૈમિની ત્રિવેદી ની હાજરીમાં ગુજરાતી કલા અને સંસ્કૃતિનો આહલાદક અનુભવ માણવામાં આવ્યો હતો. વિનસ પ્રોડક્સન ના માલિક સી એમ પટેલ દ્વારા ઘણી આનંદની વાતો કરવામાં આવેલ અને મુખ્ય અતિથિ વિશેષ કલાકારોએ પણ તેમની વાતો દિલ ખોલીને કરી અને આ બધુ શક્ય થયું તેના પાછળ પૂર્વી આર્ટ થિયેટરના માલિક એવા ભરત પંચોલી છે જેવો 1980થી ગુજરાતી નાટક તથા તેમના લેખનથી ગુજરાતી કલાને સમર્પિત થઇ ગયા હતા અને આજે 73 વર્ષની ઉંમરે પણ એજ સ્પૂર્તિ અને સમર્પણના ભાવથી કામ કરી રહ્યા છે. તેઓએ ના કે ખાલી એમના શેત્રના લોકોને એવોર્ડથી સમ્માનિત કરયા પણ ફોટોગ્રાફર તથા પ્રેસ રિપોર્ટરોનું પણ સમ્માન કરયુ.
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ










