AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE
‘પાકિસ્તાનથી આંધી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પહોંચશે’ : અંબાલાલની આગાહી

હવામાનને લઇને અંબાલાલ પટેલે આગાહી કરી છે. 6 જૂન સુધીમાં પવનની સ્પીડ 40 કિમીની આસપાસ રહેશે. તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત,વલસાડમાં વરસાદની શકયતા છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં આંધીવંટોળની શકયતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકિનારે હળવો વરસાદ વરસી શકે છે. રોહિણી નક્ષત્રમાં આંધી-વંટોળનું પ્રમાણ વધશે. આગામી દિવસોમાં આંધી-વંટોળ સાથે વરસાદ થશે. આગાહી અનુસાર પાકિસ્તાનથી આંધી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પહોંચશે. સૌરાષ્ટ્રના કેટલાકના ભાગોમાં આંધી-વંટોળ થશે.
અરબ સાગરમાં 10 થી 12 જૂનમાં લો પ્રેશર બનશે. અને ભારતના દક્ષિણમાં બેસેલું ચોમાસું આગળ વધશે.10 થી 12 જૂનમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શકયતા છે.
[wptube id="1252022"]