GUJARATLUNAWADAMAHISAGAR

લુણાવાડા ખાતે બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન, (RSETI Mahisagar) દ્વારા મોબાઈલ રીપેરીંગ અને સર્વિસ ની: શુલ્ક તાલીમ યોજાશે

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન, (RSETI Mahisagar) દ્વારા મોબાઈલ રીપેરીંગ અને સર્વિસ ની: શુલ્ક તાલીમ યોજાશે

ઇચ્છુક ઉમેદવારે વહેલા તે પહેલા નાં ધોરણે એડમિશન આપવામાં આવશે

મહીસાગર જીલ્લાનાં બેરોજગાર ભાઈઓ અને બહેનો માટે બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન, (RSETI Mahisagar) દ્વારા મોબાઈલ રીપેરીંગ અને સર્વિસ ની: શુલ્ક તાલીમ યોજાશે.

તાલીમ લઈને પોતાનો રોજગાર શરુ કરવા માંગતા હોય તો વહેલી તકે એસ .કે હાઈસ્કુલની પાછળ,ચરેલ રોડ, સાઈ બંગ્લોની પાસે,લુણાવાડા ખાતે ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે. ઇચ્છુક ઉમેદવારની વય મર્યાદા ૧૮ થી ૪૫ વર્ષ નાં ઉમેદવાર પાસપોર્ટ સાઈઝ ફોટો – 4, આધારકાર્ડની નકલ -2, ચુંટણીકાર્ડની નકલ -2,છેલ્લી માર્કશીટની ક્ષેરોક્ષ-2,બેન્કની પાસબુકની નકલ -2, રેશનકાર્ડની નકલ -2,બીપીએલ અરજદાર માટે માન્ય પુરાવાની નકલ -1 ડોક્યુમેન્ટ જમા કરાવવાની રહેશે.

ઉમેદવારોની તાલીમ ૧૨ માર્ચ – ૨૦૨૪ થી શરૂઆત થશે.તાલીમ નો સમયગાળો 30 દિવસ સવારે 9:30 થી સાંજે 5:30 સુધી રહેશે. તાલીમ શરૂ થયા બાદ પ્રવેશ મળશે નહિ. વધુ માહિતી માટે મોબાઈલ નંબર – 9662966628 પર સંપર્ક કરવો.

 

 

 

 

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button