
પંચકોશી પરિક્રમાનો રુટ યથાવત રાખી સુવિધા ઊભી કરવા મામલે સાધુ સંતોએ નર્મદા જિલ્લા કલેક્ટર ને રજુઆત કરી
નર્મદા નદી પર કામચલાઉ બ્રીજ અને નાવડી ઓ મુકવાની મંજૂરી રાજ્ય સરકાર પાસે માંગી છે અને સુવિધાઓ પણ વધારશે ..અમારો પ્રયત્ન રહેશે કે કોઈ શ્રદ્ધાળુઓ ની લાગણી દુભાય નહિ…જિલ્લા કલેક્ટર નર્મદા
જુનેદ ખત્રી : રાજપીપળા
ઉત્તરવાહિની માઁ નર્મદા ની પંચકોશી પરિક્રમા ને લઈને નર્મદા તંત્ર દ્વારા તૈયારીઓ આરંભી દીધી છે અને જરૂરી વ્યવસ્થાઓ માટે પણ રાજ્ય સરકાર પાસે માંગણીઓ કરી છે પરંતુ હાલ વિવાદ ચાલી રહ્યો છે નર્મદા પરિક્રમા રુટ નો જે હજારો વર્ષો પહેલા ઋષુમુનિઓએ જે પગપાળા પરિક્રમા કરી હતી એજ પરિક્રમા નો રુટ નો માહાત્મ્ય બાકી બીજો રુટ માં લોકો પરેશાન થશે એવી વાત લઈને નર્મદા ઘાટ ના સાધુ સંતો એ ધારાસભ્ય ડો.દર્શના દેશમુખ સાથે જિલ્લા કલેક્ટર સ્વેતા તેવતિયા સાથે બેઠક કરી જરૂરી રજૂઆતો કરી હતી. જો કે તંત્ર પણ નર્મદા પરિક્રમા ને લઈને ખુબ ગંભીર છે. અને જરૂરી તમામ સુવિધાઓ કરવામાં આવશે ની ખાતરી જિલ્લા કલેક્ટરે કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ગત વર્ષે ભક્તોની ભીડ ને લઈને ધક્કા મુક્કી અને નવાડીઓ માં બેસવા ભીડ જામતી લાંબી લાઈનો લગતી તાપમાં ભક્તો ડીહાઇડ્રેશનનો શિકાર પણ બનતા ત્યારે તંત્ર દ્વારા જ મેડિકલ ટિમો ઉતરવામાં આવી. નાવડીઓ વધારવા માં આવી એક બાજુ કામચલાઉ કાચો પૂલ પણ બનાવવામાં આવ્યો. ભક્તોની પરેશાની નોંધ લઈને સરકાર દ્વારા આ વર્ષે નર્મદા પરિક્રમા શરૂ થાય એ પહેલા સુવિધાઓ ને લઈને આગોતરું આયોજન કરવા બે વાર તંત્રની ટિમો એ પરિક્રમા રુટ પર સર્વે કર્યો અને જિલ્લા કલેક્ટર નર્મદાના અધ્યક્ષ સ્થાને બેઠક પણ કરી હતી. જેમાં જુના રુટ અને નવા રુટ અંગેના રીવ્યુ પણ આધિકારીઓ પાસેથી જિલ્લા કલેટકર સ્વેતા તેવતિયા એ લીધા હતા. સરકાર ને ત્રણ વિકલ્પો આપવામાં આવ્યા છે. સરકાર જુના રુટ રાખી સુવિધા વધારવા કહે તો તાત્કાલિક સુવિધાઓ કરવામાં આવશે જેવી ખાતરી સાથે સંતોને અને ધારાસભ્યને આશ્વાસન આપ્યું છે.
બોક્ષ : ચૈત્ર માસમાં ઉત્તરવાહિની નર્મદા મૈયાની પરિક્રમા હજારો વર્ષોથી ચાલતી આવી છે પંચકોશી પરિક્રમા જેને કહેવામાં આવે છે અને આ પરિક્રમા જે 21 કિલોમીટર ની પરિક્રમા જેમાં બે વાર નર્મદા નદી પાર કરવાની હોય છે અને ખુબ ફળદાયી આ પરિક્રમા કરવા ભક્તો ની ભીડ જામે છે.છેલ્લા ચાર પાંચ વષૅમાં ભક્તો એટલી મોટી સંખ્યામાં દેશભરમાંથી આ પંચ કોશી પરિક્રમા કરવા આવે છે કે રજાઓ ના દિવસે એક થી દોઢ લાખ પ્રવાસીઓ થઇ જાય છે. આમ 30 દિવસ ની આ પરિક્રમા માં અંદાજિત 10 થી 15 લાખ લોકો પરિક્રમા કરે છે. આ વર્ષે 30 લાખ ભક્તો આવશે એવી ગણતરી છે. માટે પરંપરાગત રુટ છે એજ રહેવો જરૂરી છે. તોજ તેનું માહાત્મ્ય જળવાય >>> ડો.જ્યોતિર્મયાનંદ સરસ્વતી (માંગરોળ)
બોક્ષ : પરિક્રમા ને લઈને નર્મદા વહીવટી તંત્ર ખુબ ગંભીર છે. અમે બે મિટિંગો કરી બે વાર રુટ ચેકીંગ થયા નદી માં વૈકલ્પિક પૂલ બનવાનું અથવા નાવડીઓ ચલાવવા ની મંજૂરી રાજ્ય સરકાર અને મેરિટાઇમ બોર્ડ ને જાણ કરી છે. તેમના નિર્ણય પર છે બાકી નર્મદા વહીવટી તંત્ર બધી રીતે તૈયાર છે. એક વાર રુટ નક્કી થાય બાદમાં નર્મદા સ્નાન માટે પ્રોટેક્શન, ઉભા કરવાના, કપડાં બદલાવ માટે ની સુવિધા, જાહેર શૌચાલય સુવિધા, આરોગ્ય ની સુવિધાઓ, નાના બાળકો સાથે આવતી માતાઓ માટે વિસામા ની પણ સગવડ ઉભી કરવમાં આવશે આખા રુટ પર લાઈટો ની સુવિધાઓ પણ કરવામાં આવશે.>>> શ્વેતા તેવતિયા (જિલ્લા કલેક્ટર, નર્મદા )





