GUJARATTANKARAUncategorized
ટંકારાના લક્ષ્મીનારાયણ સોસાયટીમાં પાણીની પાઈપ લાઈન નાખ્યા બાદ માટીના ઢગલા ન ઉઠાવતા રજૂઆત

ટંકારાના લક્ષ્મીનારાયણ સોસાયટીમાં પાણીની પાઈપ લાઈન નાખ્યા બાદ માટીના ઢગલા ન ઉઠાવતા રજૂઆત
ટંકારાના લક્ષ્મીનારાયણ સોસાયટી શેરી નં.8માં ટંકારા ગ્રામ પંચાયત દ્વારા પાણીની પાઈપ નાખવામાં આવી હતી. જોકે પાણીની પાઈપ લાઈન નાખ્યા વધારાની માટીના ઢગલા ને ન ઉઠાવતા લક્ષ્મીનારાયણ સોસાયટીઓના રહીશો રોષે ભરાયા છે. આ અંગે રહીશ સંઘાણી મયુર મનસુખભાઈએ ગ્રામ પંચાયત સરપંચ તથા તલાટી કમ મંત્રીને રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આ અંગે સરપંચને અનેક મૌખિક રજૂઆત કરી કે અમારા ઘર પાસેની માટી ઉપાડી આપો કારણ કે હાલ ચોમાસામાં વરસાદના કારણે માટીના કારણે પાણીનો યોગ્ય નિકાલ નથી થય શકતો જેથી પાણીની ભરાવાની સમસ્યા રહે છે. જોકે આ અંગે રજૂઆત બાદ પણ કોઈ કાર્યવાહી નહી કરાઈ તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની પણ ફરજ પડશે તેમ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું
[wptube id="1252022"]