સંજેલીની ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આંખોના ચેપી રોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી

તા.૨૭.૦૭.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
સંજેલીની ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આંખોના ચેપી રોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી – મોરા – સુખસર તાલીમ કેન્દ્રો કાર્યરત છે. જેમાં ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરવામાં આવે છે. સાથે સાથે અનાથ બાળકો, અપંગ બાળકો અને અતિ ગરીબ વિદ્યાર્થીઓ વિનામૂલ્યે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે.
જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી – મોરા અને સુખસર તાલીમ કેન્દ્રોના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને આંખોના ચેપી રોગના લક્ષણો વિશે સમજ આપવામાં આવી હતી. લાલ આંખ થવી, આંખમાંથી સખત પાણી વહેવું, આંખમાં ખૂચે તેવો અનુભવ, આખ સુજી જવી, આંખમાં ખંજવાળ આવવી, આંખના પોપચા ચોંટી જવા આ લક્ષણોની સમજ આપી હતી. આ રોગથી બચવા માટેના ઉપાયો સંક્રમિત વ્યક્તિએ ઉપયોગ કરેલ વસ્તુનો ઉપયોગ ન કરવો, હાથથી આંખને ચોળવી નહિ, સંક્રમિત વ્યક્તિ સાથે હાથ મિલાવવા નહિ, ડોક્ટર ની સલાહ મુજબ કોઇ પણ ટીપાં ન નાખો, સંક્રમિત બાળકો સાથે બીજા સાથે રમવાનું ટાળો, આખ વારંવાર મશળવી નહિ… અને આ રોગથી ગભરાવવાની જરૂર નથી.. તેવી સમજ ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ના સંચાલક શ્રી દિલીપકુમાર એચ મકવાણા દ્વારા તાલીમ વર્ગ ખાતે અંદાજે 60 જેટલા વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા