AMRELI CITY / TALUKOGUJARATRAJULAUncategorized

રાજુલા માર્કેટિંગ યાર્ડમાં યુરિયા ખાતર માટે ખેડૂતો ઉમટી પડ્યા

યોગેશ કાનાબાર ..અમરેલી રાજુલા

રાજુલા માર્કટીંગ યાર્ડમાં વહેલી સવારથી યુરિયા ખાતર માટે ખેડૂતો ઉમટી પડ્યા..ખુદ માર્કટીંગ યાર્ડના ચેરમેન મેદાને ઉતર્યા અને ખેડૂતોની લાઈનમાં જઈ બધાને ટોકન આપી યુરિયા ખાતર વિતરણ કરાવ્યું

હાલમાં વર્ષાઋતુ ની સિઝન ચાલી રહી છે અને ખેડૂતો પોતાના ખેતરમાં અનેક ચીજ વસ્તુઓ કપાસ અને મગફળી સહિતના પાકોનું વાવેતર કરી ચૂક્યા છે ત્યારે આ ખેડૂતોને હાલમાં યુરિયા ખાતર ની જરૂરિયાત હોય જે માટે ખેડૂતોએ આજે પડાપડી કરી હતી

આજે વહેલી સવારથી રાજુલા માર્કેટીંગ યાર્ડમાં યુરિયા ખાતર લેવા માટે આ વિસ્તારના ખેડૂતો ઉમટી પડ્યા હતા અને અસંખ્ય ખેડૂતોની લાઈન લાગી હતી અને યુરિયા ખાતર મેળવવા માટે પડાપડી થઈ હતી ઘટનાની જાણ થતા માર્કેટિંગ યાર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ મેદાનને ઉતરી આવ્યા હતા અને તમામ ખેડૂતોની લાઈન કરી તમામ ખેડૂતોને ટોકન આપી એક પણ ખેડૂત યુરિયા ખાતર વગર ના રહે તે માટે વ્યવસ્થા કરી હતી જે બાદ ખેડૂતોએ હાસ્કારો લીધો હતો અને આજના દિવસે આવેલા અસંખ્ય ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર મળી ગયું હતું ત્યારે હવે યુરીયા ખાતર નિયમિત મળે તે માટે હાલ માર્કેટિંગ યાર્ડના ચેરમેને કવાયત હાથ ધરી છે માણસની જેમ આજે ખેડૂતોને વચ્ચે રહી માર્કેટિંગ યાર્ડના ચેરમેને ખુદ વિતરણ સુધી હાજર રહી અને કોઈ જાતની તકલીફ ના પડે તે માટે તકેદારી રાખતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતા


આ બાબતે રાજુલા માર્કેટીંગ યાર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે અસંખ્ય ખેડૂતો માર્કેટીંગ યાર્ડમાં આવતા હું વહેલી સવારે માર્કેટિંગ યાર્ડ પહોંચી ગયો હતો અને ખુદ ખેડૂતોની સાથે રહી અને લાઈન કિલયર કરાવી હતી અને તમામને ટોકન આપી આવેલા તમામ ખેડૂતોને ધક્કો ન થાય તે માટે રિયા ખાતરની વ્યવસ્થા કરી હતી અને આગામી સમયમાં ખેડૂતોને યુરિયા ખાતર પૂરતું મળી રહે તે માટે સરકારમાં પણ રજુઆત કરી છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button