
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ લાંબો દરિયાકિનારો તથા ગામોમાં જળસંગ્રહના ગ્રામ્ય તળાવો હોવાથી મત્સ્યપાલન અંગેની વિપુલ તકો રહેલી છે. ખેડૂતો વૈજ્ઞાનિક ઢબે મત્સ્યપાલનની ખેતી કરે તથા તેના મૂલ્યવર્ધિત બનાવટો અંગેની જાણકારી મળી રહે તે માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી અને ફીશરીશ કોલેજ,કામધેનુ યુનિવર્સિટી, નવસારીના સંયુકત પ્રયાસથી આજ રોજ ખેડૂત તાલીમ યોજાઇ હતી.
કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક અને વડા ર્ડા.કે.એ.શાહે કેવિકેની દ્વારા કરવામાં આવતી ખેડૂતલક્ષી પ્રવૃતિઓ વિશે માહિતગાર કર્યા હતાં. વધુમાં તેઓએ ભારત સરકાર દ્વારા પુરસ્કૃત આર્યા પ્રોજેકટ અંતર્ગત ગ્રામ્ય યુવા ભાઇ−બહેનોમાં રોજગારી તકો વધે તે હેતુથી મત્સ્યપાલનમાં મૂલ્યવૃધ્ધિ થકી નાના નાના વ્યવસાયો અપનાવવા આગ્રહ કર્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે આખા વિશ્વમાં ચીન પછી ભારત મત્સ્યપાલનના ઉત્પાદનમાં બીજા ક્રમે છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી મત્સ્યસંપદાનો લાભ લઇ મત્સ્યપાલન ક્ષેત્રને વધુ ઉંચાઇએ લઇ જવા તથા સંકલિત મત્સ્યપાલન વ્યવસાય એટલે કે એક જ તળાવમાંથી રોહુ, કટલા, મિગ્રલની સાથે સાથે ક્રેજ ફીઝ ફાર્મીગ, સુશોભિત માછલીનું ઉછેર કરવા ખેડૂતોને આહવાન કર્યુ હતું.
ફીશરીશ કોલેજ, કામધેનુ યુનિવર્સિટી, નવસારીના સહ પ્રાધ્યાપક ર્ડા.પ્રકાશ પટેલે વૈજ્ઞાનિક ઢબે મત્સ્યપાલનના વિવિધ મુદાઓ તથા તેમાંથી બનતી વિવિધ બનતી મૂલ્યવર્ધિત બનાવટો વિશેની વિસ્તૃતમાં જાણકારી આપી હતી. તેમજ તેઓએ તાલીમ દરમ્યાન મેથડ ડેમોસ્ટે્રશન દ્વારા ઝીંગામાંથી અથાણાં અને અન્ય બનાવટો બનાવવા લેવી પડતી કાળજીઓ વિશે ઝીણવટપૂર્વક સમજ આપી હતી.
આ તાલીમમાં દાંડી, મછાડ, ચીજગામ વગેરે ગામોના મત્સ્ય ખેડૂત ભાઇ−બહેનોએ ઉત્સાહભેર ભાગ લઇ મત્સ્યપાલનમાં આવતા પ્રશ્નો વિશેની ચર્ચા કરી હતી.









