BANASKANTHAPALANPURUncategorized

અંબાજી મા બાબા રામદેવ પીર ની ભવ્ય શોભાયાત્રા ,મોટી સંખ્યામાં લોકો જોડાયા 

11 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

યાત્રાધામ અંબાજીમાં અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાતા હોય છે. જેમાં ભક્તો ઉત્સાહપૂર્વક જોડાઈ કાર્યક્રમોને સફળ બનાવતા હોય છે. અને ધૂમધામથી તેની ઉજવણી પણ કરતા હોય છે. આજે અંબાજી ખાતે બાબા રામદેવ પીર ની ભવ્ય શોભાયાત્રા નિકાલવામાં આવી હતી.આજે મહાસુદ બીજ ના દિવસે યાત્રાધામ અંબાજી મા બાબા રામદેવ પીર ની ભવ્ય શોભાયાત્રા નીકળવા મા આવી હતી.આ શોભાયાત્રા અંબાજી ના ભાટવાસ વિસ્તારમાં આવેલાં બાબા રામદેપીરના મંદિરથી નીકળી અંબાજીના બજારો સહિત વિવિધ વિસ્તારો થી પસાર થઈ હતી. મોટી સંખ્યામાં લોકો આ ભવ્ય શોભાયાત્રા મા જોડાયા હતા.ડીજે, બેન્ડ , બગી, ઊંટ પર શોભાયાત્રા નીકળતા સમગ્ર અંબાજી ભક્તિમય બની હતી.આજે મહાસુદ બીજ ના દીવસે અંબાજી મા બાબા રામદેવપીર મંદિર મા અનેક કાર્યક્રમો યોજવા મા આવશે. આજે ભોજન ભંડારો અને રાત્રે રાજસ્થાની ગાયક કલાકાર દ્વારા ભજન સંધ્યા નુ પણ આયોજન કરવા મા આવ્યું છે. મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું.

 

[wptube id="1252022"]
Back to top button