રતનપર ખાતે ઘરેલું હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત સેમિનાર યોજાયો.

તા.06/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
આજરોજ મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કોમ્યુનીટી હોલ, રતનપર ખાતે ઘરેલું હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત સેમિનાર યોજાયો હતો આ સેમિનારમાં દહેજ પ્રતિબંધક અધિકારી જલ્પાબેન ત્રિવેદી દ્વારા સેમીનારનો હેતુ અને ઉદ્દેશ વિશે, એડવોકેટ રાજશ્રીબેન ત્રિવેદી દ્વારા ઘરેલુ ઘરેલું હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ ૨૦૦૫ અને પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર ઈલાબેન દ્વારા પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટર વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી આ ઉપરાંત DHEW સ્ટાફ દ્વારા મહિલા અને બાળ અધિકારીની કચેરીમા ચાલતી વિવિધ યોજનાઓ જેવી કે વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના, વન સ્ટોપ સેન્ટર, મહિલા સ્વાવલંબન યોજના વિશેની માહિતી આપવામાં આવી હતી દહેજ પ્રતિબંધક અધિકારી જલ્પાબેન ત્રિવેદી દ્વારા સ્વાગત પ્રવચન અને ચંદેશરા જલ્પાબેન દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી હતી.





