CHOTILASURENDRANAGARUncategorized

ચોટીલાના બાહોશ પત્રકાર અને ચોટીલા પોલીસની સહયોગી માનવતા ઉજાગર કરતી સેવા પ્રવુતિ

તા.06/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ચોટીલા શહેરના મધ્યમાં આવેલ બેંક ઓફ બરોડાની આગળ રામેશ્વર આશ્રમ શાસ્ત્રીનગર પાસે એક મંદ બુદ્ધિની મહિલા મળી આવેલ હતી તેની તબિયત નાદુરસ્ત હતી અને ડીલેવરીનો અંતિમ સમય હોય તેવું લાગી રહ્યું હતું આ મંદબુદ્ધિની સ્ત્રીને જોતા ચોટીલા નગરજનોની કેટલીક સ્ત્રીઓએ પત્રકાર રણજીતભાઈ ધાધલને જાણ કરી હતી આ સમયે રણજીતભાઈ ચોટીલાથી થોડા કિલોમીટર દૂર હતા તો ઝડપથી પહોંચી શકે તેમ ન હોવાથી તેમને સૌપ્રથમ ચોટીલા શહેરમાં સેવાકીય પ્રવૃત્તિ કરતી અલગ અલગ સંસ્થાઓનો સંપર્ક કરી અને આ મંદબુદ્ધિની સ્ત્રી વિશે જણાવ્યું હતું પરંતુ ખાસ્સો સમય થઈ જવા છતાં સેવાકીય સંસ્થાના કોઈપણ સદસ્યો આ સ્થળે આવ્યા નહોતા અને આ માનવતા ભરી સેવાકીય પ્રવૃતિ કરવામાં નિરસતા દાખવી હતી ત્યાર બાદ પત્રકાર રણજીતભાઈ ધાધલએ ચોટીલા ટાઉનમાં પોલીસ તરીકે ફરજ બજાવતા દિલીપભાઈને જાણ કરી હતી આ જાણ થતાં જ ચોટીલા ટાઉનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ દિલીપભાઈ ઈશ્વરભાઈ તેમજ કમલેશભાઈ પરાલીયા તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 108 નો સંપર્ક કર્યો હતો કમનસીબે 108 પણ ચોટીલાથી દુર હતી તો તરત જ પોલીસ અધિકારી દિલીપભાઈ ઈશ્વરભાઈ અને કમલેશભાઈ પરાલીયાએ રીક્ષા દ્વારા મંદબુદ્ધિની સ્ત્રીને ચોટીલા રેફરલ હોસ્પિટલ ખસેડી હતી ચોટીલા પોલીસે આ સેવાકીય પ્રવૃત્તિ કરી અને એક માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું પોલીસ સ્ટાફ પોતાની ફરજ તો બજવે જ છે પણ સાથે સાથે આવી માનવતાની અને સેવાકીય પ્રવૃતિ કરવામાં પણ ક્યારેય પીછે હટ કરતા નથી જ્યારે વિવિધ સેવાકીય સંસ્થા કહી શકાય તેવી સંસ્થાઓ માત્ર નામની જ પુરવાર થઈ હતી આ મંદબુદ્ધિની સ્ત્રીને રેફરલ હોસ્પિટલે ખસેડવામાં ચોટીલાના જાબાજ પત્રકાર રણજીતભાઈ ધાધલ અને પોલીસ કર્મીઓ જહેમત ઉઠાવી હતી આવા પોલીસ કર્મીઓને ધન્ય છે જે 24 કલાક જનતા માટે ખડે પગે રહે છે આવી કામગીરી કરતા પોલીસ કર્મીઓઓને સેલ્યુટ છે જનતાની સાચી સેવક જ પોલીસ અને પત્રકાર છે બાકી બધા પોતપોતાના સ્વાર્થ માટે થઈ ને પ્રવૃત્તિઓ કરે છે.

[wptube id="1252022"]
Back to top button