
કાંકરેજ તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ સમુહલગ્ન સમિતિ ના પ્રમુખ એવમ ઠાકોર સમાજના વડીલ આગેવાન તથા કાંકરેજ તાલુકાના કોંગ્રેસ સમિતિના મોભી આગેવાન ઠાકોર કપુરજી તખાજી ના ધર્મ પત્નિ ઠાકોર સોમાબેન કપુરજી નું ૬૦ વર્ષની વયે આજરોજ તા.૧૮/૦૫/૨૦૨૪ ને શનિવાર ના રોજ અવસાન થતાં ઘેરા શોકની લાગણી છવાઈ હતી.સ્વ. સોમાબેન ઠાકોરની સ્મશાન યાત્રામાં સગા સ્નેહીજનો, સામાજિક તેમજ રાજકીય આગેવાનો તથા થરા નગરજનો જોડાયા હતા.સ્વ. સોમાબેનનો પાર્થિવદેહ પંચ મહાભૂતમાં વિલીન થયો હતો ત્યારે દરેકે શ્રદ્ધાસુમાન અર્પણ કરેલ.
નટવર. કે.પ્રજાપતિ,થરા

[wptube id="1252022"]