યુવા અગ્રણી મનસુખભાઇ રાબડીયાનો આજે જન્મદિવસ
કેબલ કનેક્ટીવીટી અને પત્રકારત્વ ક્ષેત્રે અને સમાજ માટે મહત્વનું પ્રદાન
યુવા ભાજપ તેમજ સંઘ બજરંગ દળમા અનેક પદ ઉજ્જવળતાથી નિભાવ્યા
જામનગર (ભરત ભોગાયતા)
જેમને કોઇ તારીફ ની કે પરીચયની જરૂર જ નથી જેમની સાદગી સૌ સાથે આત્મિયતા અને સદાય પ્રસન્નતા સભર ચહેરો આ દરેકનો સમન્વય છે ઉમદા વ્યક્તિત્વ ધરાવતા મનસુખભાઇ રાબડીયા માં જેમનો આજે જન્મદિવસ છે ખાસ કરીને “સફળતા માટે એકાગ્રતા પુર્વકનો અગાથ પરીશ્રમ” એ મંત્ર મનસુખભાઇએ સાર્થક કર્યો છે
વિદ્યાર્થીકાળથી જ વિદ્યાર્થીઓનાં પ્રશ્નો અંગે જાગૃત રહી અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદનાં પ્રદેશ સહમંત્રી તરીકે જવાબદરી સંભાળેલ હતી. અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્રારા ૧૯૯૦ માં કરવામાં આવેલ કાશ્મીર બચાવો કાર્યક્રમમાં ગુજરાતનું નેતૃત્વ કર્યુ હતું. આ સાથે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચામાં બે ટર્મ જીલ્લા મહામંત્રી તથા બે ટર્મ જીલ્લા પ્રમુખ તરીકે, રોટરેકટ કલબ જામનગરના ફાઉન્ડર પ્રેસીડેન્ટ તથા રોટરી ઇન્ટરનેશ્નલ કલબમાં પણ ઘણાં વર્ષો સુધી સક્રિયપણે કાર્ય કર્યુ હતું. જામનગર શહેર-જીલ્લામાં દુરદર્શન કેન્દ્ર ન હોવાથી કેબલ નેટવર્ક દ્રારા કેબલ ટીવીનો ૧૯૮૭ માં સૌ પ્રથમ પાયો નાખ્યો હતો અને કેબલ ટીવી મારફત ઇલેટ્રોનિકસ મીડીયામાં સ્થાનિક સમાચાર ૧૯૯૮ થી શરૂ કરી ગુજરાતમાં ઇલેટ્રોનિકસ મિડીયાના પત્રકાર તરીકે સૌ પ્રથમ માન્યતા મેળવવાનું બહુમાન પણ મેળવ્યું હતું. બદલાતી જતી ટેકનોલોજીનાં જમાનામાં તાલથી તાલ મેળવી સમયની માંગ મુજબ વ્યવસાયનો વિકાશ કરતા આજે જયારે કેબલ નેટવર્કમાં મલ્ટીનેશનલ કંપનીઓ વ્યવસાય કરી રહી છે ત્યારે જય કેબલનાં સ્વતંત્ર આધુનિક કંટ્રોલરૂમ દ્રારા જીલ્લાનાં મહતમ સ્થાનો પર ચેનલોનું પ્રસારણ લોકો સુધી પહોચાડી રહ્યા છે. ર૦૧૮ થી જામનગર શહેર જીલ્લામાં અંદાજીત અઢી લાખથી વધુ વસ્તી ધરાવતા લેઉવા પટેલ જ્ઞાતિનાં સૌથી નાની વયે પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહયા છે.
મોબાઇલ નંબર 98242 64444 ઉપરમનસુખભાઈ પરસોતમભાઈ રાબડીયા ને આજરોજ જન્મ તારીખ ૩ જાન્યુઆરીના અભિનંદન ની વર્ષા થઇ રહી છે
@_______
BGB
8758659878









