DAHODFATEPURA

મતદાતા ચેતના અભિયાન અંતર્ગત ફતેપુરા નગરમાં ભાજપા કાર્યકરો દ્વારા રેલી યોજાય

 

વાત્સલ્યમ્ સમાચાર

જુનેદ પટેલ-ફતેપુરા

ફતેપુરા તાલુકાના મુખ્યમથક ફતેપુરા ખાતે મતદાતા ચેતના અભિયાન અંતર્ગત રેલી યોજાય. રાજ્યમાં ચાલી રહેલા મતદાતા ચેતના અભિયાનમાં રાજ્ય સરકાર દ્વારા બે દિવસ માટે ખાસ અભિયાનનો આરંભ કરાયો છે. ત્યારે ફતેપુરા તાલુકામાં પણ મતદાતા ચેતના અભિયાન અંતર્ગત કાર્યક્રમો યોજાયા હતા. દાહોદ જિલ્લા એસ.સી. મોરચા ના પ્રભારી ભરત શ્રીમાળી ના અધ્યક્ષસ્થાને ફતેપુરા નગરમાં ઢોલનગારા સાથે રેલી યોજાય હતી. ઉલ્લેખનીય છે કે, લોકોમાં વધુ મતદાન અંગે વધુ જાગૃતિ લાવવા માટે મતદાતા ચેતના અભિયાન 1લી ઓગસ્ટથી શરૂ થઈ ચુક્યું છે અને 30 ઓગસ્ટના પૂરું થશે. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના ડો.અશ્વિન પારગી, ફતેપુરા ભાજપા 129-વિધાનસભાના B.L.O. સી.એમ. બારીયા, ભાજપા ના અગ્રણી ચુનીલાલ ચરપોટ, કિસાન મોરચા ના ઉપ-પ્રમુખ ચતુર પાંડોર, જિલ્લા યુવા મોરચા પ્રમુખ મોહિત ડામોર, તાલુકા યુવા મોરચા પ્રમુખ દિપતાંશુ આમલિયાર, દિલીપ પ્રજાપતિ, કારોડીયા પૂર્વ ગ્રામપંચાયતના સભ્યો શાંતિલાલ સિસોદિયા, અંકુર ચરપોટ, કાર્યકર ચિરાગ બારીયા, સહિત હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.  અને 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાઓ ના ફોર્મ ભર્યા હતા. અને લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન કરવા સૌને જાગૃત કર્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button