
શ્રી સનાતન ધર્મની જાગૃત ધર્મ યાત્રા નું ભવ્ય સ્વાગત કરતું રાજુલા લોહાણા મહાજન
સનાતન ધર્મ સેવા ટ્રસ્ટ સૌરાષ્ટ્ર કચ્છ ધર્મ યાત્રા આજે રાજુલા આવી પહોંચ્યા ત્યારે આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ જે તત્વજ્યોતિ પાસેથી યાત્રા શરૂ કરવામાં આવેલી જે રાજુલા શહેરના મુખ્ય માર્ગ પર પસાર થઈ અને રાજુલા જલારામ મંદિરે આવી પહોંચેલી જ્યાં આ યાત્રાનું રાજુલા જલારામ સેવા મંડળ તેમજ રાજુલા લોહાણા સમાજ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલું
શ્રી શ્રી ૧૦૦૮ મહામંડેશ્વર અનંત વિભૂષિત સ્વામી શ્રી કૃર્ણાનંદપૂરી મહારાજ ( ધ્રાસણવેલ વારા બાપુ)
સાથે 150 જેટલા સાધુ સંતો સાથે શ્રી જલારામ મંદિરે રાજુલા ખાતે આ ધર્મ યાત્રા નું ભવ્ય રીતે સન્માન કરવામાં આવેલ તેમજ આ મંદિરે મહાપ્રસાદ નું આયોજન પણ કરવામાં આવેલ અને રાત્રે ધર્મ સભાનું આયોજન કરવામાં આવેલ ત્યારે આ કાર્યક્રમ માં બહોળી સંખ્યા માં ધર્મપ્રેમી લોકો હાજર રહેલા ત્યારે રાજુલા ના વેપારી ઓ વિવિધ સંસ્થા નાં આગેવાનો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સહિતના વિવિધ કાર્યક્રરો હાજર રહેલા..