
તા.૪/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: ભારત સરકાર તથા રાજય સરકારની વિવિધ યોજનાઓના લાભો વંચિત નાગરિકો સુધી પહોંચે તે હેતુથી દેશભરમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” આયોજીત કરવામાં આવી છે, જેના અનુસંધાને રાજકોટ જિલ્લામાં ગામોગામ યાત્રા અંતર્ગત યોજનાકિય માહિતિ અને લાભો વિતરિત કરવામાં આવી રહ્યા છે. આ યાત્રામાં સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ જેવી કે આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, જીવન સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, જનધન યોજના વગેરે અનેક યોજનાઓને આવરી લેવામાં આવી છે. આ યાત્રા અંતર્ગત જસદણ તાલુકાના પોલારપર ગામમાં કાર્યક્રમ યોજાયો હતો,જેમાં ગામલોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં સ્થાનિક પદાધિકારીઓ, અધિકારીઓ અને અગ્રણીઓની ઉપસ્થિતીમાં વિવિધ યોજના અંતર્ગત લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.










