BANASKANTHATHARAD

સવપુરા ખાતે નડેશ્ચર મહાદેવના સાનિધ્યમાં આઇ સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા લોકમેળો યોજાયો

19 ફેબ્રુઆરી

વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

શહીદ જવાનોના પરિવાર માટે કાર્ય કરતી સંસ્થા એટલે *આઈ સપોર્ટ ફાઉન્ડેશન* ટીમ બનાસકાંઠા દ્વારા વાવ તાલુકાના સવપુરા ખાતે નડેશ્વર મહાદેવના  પાવન સાનિધ્ય યોજાયેલ લોક મેળા માં તારીખ ૧૮/૦૨/૨૦૨૩ ના રોજ શિવરાત્રી ના દિવસે સવારે ૮ થી ૫ વગ્યા સુધી શોર્ય સહાય કેમ્પ નું આયોજન કરવામાં આવેલ. જેમાં માં ભોમ નુ રક્ષણ કરતા વીરગતિ પામેલા વીર શહિદ જવાનો ના પરિવાર ને આર્થિક રીતે મદદ કરવા માટે શોર્ય સહાય એકત્ર કરવામાં આવી. છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત આ સંસ્થા દ્વારા ૮૦ જેટલા શહીદ પરિવારોને શોર્ય સહાય આપવામાં આવેલ છે. જેમાં એક પરિવાર ને ૫૧૦૦૦/- ની સહાય આપવામાં આવે છે. શોર્ય સહાય કેમ્પ મા રાષ્ટ્ર પ્રેમી યુવા મિત્રો એ શોર્ય પાત્ર લઈ ને સહાય એકત્ર કરેલ…

[wptube id="1252022"]
Back to top button