
27 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
રોટરી ક્લબ ડીવાઈન ડીસા દ્વારા ધોરણ 1થી 8 ના 280 વિદ્યાર્થીઓની દાંત ની તપાસ કરવામાં આવી જેમાં ડૉ.શશાંક ચૌહાણ અને ડૉ.મોનલ દ્વારા દાંતની સંભાળ રાખવા માટેની માહિતી આપવામાં આવી હતી અને તપાસ કરવામાં આવી હતી અને વધુ તકલીફ વાળા બાળકોને તેઓ દ્વારા પોતાના ક્લિનિકમાં ફ્રી માં કન્સલ્ટિંગ અને એક્સ રે કરી આપવામાં આવશે. આ કાર્યક્રમમાં આસિસ્ટન્ટ ગવર્નર ડૉ. રીટાબેન પટેલ, પ્રમુખ ડૉ. બિનલ બેન માળી મંત્રી હિનલબેન અગ્રવાલ પ્રોજેક્ટ ચેરમેન અરુણાબેનશર્માતેમજવર્ષાબેનકાંતાબેન,ગીતાબેન,વીણાબેન,ફાલ્ગુનીબેન, શાળાના પ્રિન્સિપાલ તેમજ શિક્ષક ગણ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આ અંગે વિનોદભાઈ બાડીવાલા ના જણાવ્યા અનુસાર આ સમગ્ર કાર્યક્રમ જે. ડી. અજબાણી સર્વોદય પ્રાથમિક શાળા ડીસા ખાતે યોજાયેલ.
[wptube id="1252022"]