
આસીફ શેખ લુણાવાડા
વેમીલા પતી ને કાયદા નું ભાન કરાવતી મહીસાગર અભયમ

મહીસાગર જિલ્લા ના કડાણા તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર માં થી એક જાગૃત વ્યક્તિ દ્વારા મહીસાગર અભયમ હેલ્પલાઇન માં ફોન આવેલ કે એક ભાઈ તેની પત્ની ને માર ઝૂંડ કરે છે તેથી આવીને મહિલા ને મદદ કરો અભયમ ટીમ ઘટના સ્થળ પર પહોંચી મહિલા સાથે પૂછ પરછ કરતા જણાવેલ કે મારો પતિ વહેમ રાખે છે ખેતર આવતા જતા બજાર જતા કોઈ પણ મળે તો તેની વાત ચીત કરે તો સંકા રાખી માર ઝૂંડ કરે કોઈ સંબંધી નો ફોન આવે તો પણ વહેમ રાખી માર ઝૂંડ કરે છે
જ્યારે મહિલા હેલપલાઇન માં કોલ કરી ને જાણ કરી ત્યારે તે પીડિતા મહિલા ને ધાબા લઈ જઈ હાથ પગ બાંધી મોઢા ઉપર સેલોટેપ બાંધી લાકડી થી ઢોરમાર મારેલ પછી ગરમાં પણ કામ સિવાય કોઈ ને બોલવું નહિ તેમ જણાવેલ
ત્યાર બાદ અભયમ ટીમ ધ્વરા પતિ નું કાઉન્સિલિંગ કરેલ અને કડક કાયદાકીય માહિતી આપી સમજાવેલ કે મહિલા પર હાથ ઉપાડવો નહિ પતિ એ પણ જણાવેલ કે હવે પછી હાથ નહિ ઉપાડું તેમજ મારી ભૂલ સ્વીકારૂ છું તેમ જણાવેલ
આમ પીડિત મહિલા એ અભયમ ટીમ નો આભાર માન્યો હતો









