રક્તપિત દિવસ ઉજવણી અંતર્ગત રક્તપિતનાં રોગ અંગે જાગૃતિ કાર્યક્રમો યોજાયા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લા ક્ષય અધિકારીની કચેરી દ્વારા જિલ્લામાં લેપ્રસિ ડે એટલે કે રક્તપિત રોગ વીશેની જાગૃતિ લક્ષી કાર્યક્રમો યોજાયા હતા. અને રક્તપિત રોગ અંગે સમાજનાં લોકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. રક્તપિત એ જંતુજન્ય રોગ છે, અને સંપુર્ણપણે મટી શકે તેવો રોગ છે. રક્તપિત એ પુર્વજન્મનાં કોઇ પાપ કે શ્રાપનું ફળ નથી. રક્તપિત વારસાગત નથી, કોઇપણ બાળક રક્તપિત રોગ સાથે જન્મતુ નથી. રક્તપિત કોઇપણ વ્યક્તિને થઇ શકે છે.રક્તપિતની ઓળખ માટે ચામડીનાં રંગ અને કુમાશમાં ફેરફાર સ્પર્શજ્ઞાનનો અભાવ ચામડી પર ચાઠુ રક્તપિત હોઇ શકે છે. વહેલુ નિદાન નિયમિત અનેપુરતી બહુ ઐાષધિય સારવારથી વિકૃતિ અટકાવી શકાય છે. રક્તપિતથી ગભરાવાની જરુર નથી. તેનું સમયસર નિદાન અને સારવાર તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો અને જનરલ હોસ્પીટલમાં વિનામુલ્યે મળી રહે છે. રક્તપિતગ્રસ્તોને સન્માનપૂર્વક જીવવા પ્રોત્સાહિત કરો, સમાજને ઉપયોગી બનવા તેમનો સ્વિકાર કરો અને તેમને મદદ કરો,
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા જિલ્લા ક્ષય રોગ અધિકારી દ્વારા રક્તપિત અંગે લોકજાગૃતિ કેળવાય તે હેતુ ગામડાઓમાં ભવાઇનાં કાર્યક્રમો, શાળા કોલેજમાં બાળકો દ્વારા જાગૃતિ રેલી, વિલેજ હેલ્થ એન્ડ સેનિટેશન કમિટી સાથે મીટીંગ, સોશ્યલ મીડિયાનાં માધ્યમથી પ્રચાર-પ્રસાર, લેપ્રસિનાં દર્દી માટે આધારકાર્ડ ઝુંબેશ, પત્રિકા વિતરણ સહિતનાં કાર્યક્રમો યોજાયા હતા.
[wptube id="1252022"]