
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
નેત્રંગ તાલુકામા સતત વરસી રહેલા વરસાદને લઇને પાણીજન્ય રોગચારો વકર્તા તેમજ કન્ઝકિટવાઈટિસના દર્દીઓ વધતા નેત્રંગ ની રેફરલ હોસ્પિટલ સહિત ખાનગી દવાખાનાઓ ઉભરાઇ રહ્યા છે.
નેત્રંગ નગર સહિત પંથક ના ૭૮ ગામોમા સતત વરસી રહેલ વરસાદને લઈને પાણીજન્ય રોગ ચારો વકરી રહ્યો છે. જેને લઇને શરદી, ખાસી, તાવ સહિત ના વાઇરલ ફીલવર તેમજ મેલેરીયા ના લક્ષણો ધરાવતા દર્દીઓ ની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. અને બીજી તરફ તાલુકા ભરમાં કન્ઝકિટવાઈટિસનો રોગ ફેલાઇ રહ્યો છે. આંખો આવવાના બનાવો આંખો આવવી,આંખોમાં લાલાશ,આંખો સુજી જવી,આંખોમાં પાણી પડવુ, દુ:ખાવો થવો, આંખો ચોટી જવી તેવા લક્ષણો ધરે ધરે જોવા મળી રહ્યા છે. જેમા પણ આ રોગ તાલુકામા ૧૫ વર્ષ સુધીના બાળકોમા વધુ જોવા મળી રહ્યો છે. નેત્રંગ રેફરલ હોસ્પિટલમા રોજના ઓપીડી ૨૦૦ થી ૨૫૦ જેટલા દર્દીઓ નોધાય છે. જેમા ૨૦ થી ૨૫ જેટલા કન્ઝકિટવાઈટિસના દર્દીઓ હોય છે. રેફરલ હોસ્પિટલ બાદ નગરમા આવેલ નાના દવાખાનાઓમા પણ મોટી સંખ્યા મા દર્દીઓ સારવાર માટે આવતા હોવાનુ માલુમ પડી રહ્યુ છે.
ત્યારે પાણીજન્ય રોગ ચારો પોતાનો વિકરાળ પંજો ફેલાવી ચિકનગુનીયા, ઝેરી મેલેરીયા, ડેન્ગ્યુ જેવા રોગો લોકોને પોતાના સકન્ઝામાલે તે પહેલા આરોગ્ય વિભાગ તકેદારીના પગલા ભરે તેવુ પ્રજામા ચચાઁઇ રહ્યુ છે.
નેત્રંગ ગ્રામપંચાયત થકી નગરના વિવિધ વિસ્તારોમા જંતુનાશક દવાઓ નો છંટકાવ સહિત મચ્છરોનો ફેલાવો અટકાવા માટે ફોગીંગ મશીન જે શોભાના ગાંઠીયા સમાન પડી રહ્યુ છે. તેનો ઉપયોગ કરી નગરના દરેક વિસ્તારમા તાત્કાલિક ફોગીંગ કરાવે તે ખાસ જરૂરી હોય. સતાધીશો જન આરોગ્ય ની સુખાકારી બાબતે જાગૃત થશે કે
કેમ ???








