AHAVADANGGUJARAT

આખરે ડાંગ જિલ્લાનાં બરમ્યાવડ પ્રાથમિક શાળાનાં લંપટ મુખ્ય શિક્ષક સામે પોકસો હેઠળ દુષ્કર્મનો ગુનો નોંધાયો..

ડાંગ જિલ્લાનાં બરમ્યાવડનાં મુખ્ય શિક્ષકે માસુમ દીકરી પર હેવાનીયતની હદોને પાર કરતા આખરે ગુનો દાખલ થયો.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પેટા:-સગીરાનાં માતા પિતાએ ડાંગનાં બરમ્યાવડ પ્રાથમિક શાળાનાં લંપટ અને દુષ્કર્મી મુખ્ય શિક્ષક મધુ રાઠોડ સામે સાપુતારા પોલીસ મથકમાં પોકસોની ફરીયાદ  નોંધાવતા સાપુતારા પોલીસની ટીમે ગુનો નોંધી નાસી છુટેલ આરોપીને ગણતરીનાં કલાકોમાં ઝડપી પાડ્યો.

પેટા:-ડાંગ જિલ્લાનાં બરમ્યાવડનાં મુખ્ય શિક્ષકે માસુમ દીકરી પર હેવાનીયતની હદોને પાર કરતા આખરે ગુનો દાખલ થયો.

પેટા:-ડાંગ જિલ્લાની અનાથ કન્યાઓ માટે ચલાવતી બરમ્યાવડની કન્યા છાત્રાલયનાં સંચાલક જ પાલક પિતાનો ધર્મ ભૂલી શેતાન બનતા આદિવાસી સમાજે રોષ ઠાલવ્યો..

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં બરમ્યાવડ પ્રાથમિક શાળાનાં મુખ્ય શિક્ષકે સગીર વયની દીકરી સાથે દુષ્કર્મ આચરી પવિત્ર શિક્ષણ જગતને કાળી ટીલ્લી લગાવી છે.ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં બરમ્યાવડ ગામે અનાથ અને ગરીબ દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણની સાથે રહેવા માટેની સગવડો મળી રહે તે માટે સુરતનાં દાતાઓએ લાખોનાં ખર્ચે છાત્રાલયનું નિર્માણ કર્યુ હતુ.અહી ગોદાવરીબેન અરવિંદભાઈ કાકડીયા છાત્રાલયનું સંચાલન બરમ્યાવડ પ્રાથમિક શાળાનાં મુખ્ય શિક્ષક મધુભાઈ રાઠોડને સોપાયુ હતુ.તેવામાં લંપટ મુખ્ય શિક્ષક મધુભાઈ રાઠોડ દ્વારા અવારનવાર ગામની સ્ત્રીઓ જોડે તથા કન્યા છાત્રાલયમાં રહી અભ્યાસ કરતી ગરીબ અને અનાથ માસુમ દીકરીઓ સાથે જાતિય સતામણી કરાતી હોવાની ગંધ બરમ્યાવડનાં ગ્રામજનોને થતા તેઓએ ગુરુવારે શાળામાં જઈ હોબાળો મચાવી આ શિક્ષકની બદલી અથવા સસ્પેન્ડ કરવાની માંગ સાથે જિલ્લા શિક્ષણ વિભાગને આવેદનપત્ર આપ્યુ હતુ.તે વેળાએ જ આ લંપટ મુખ્ય શિક્ષક મધુભાઈ રામજભાઈ રાઠોડનું છાત્રાલયમાં નવું કારસ્તાન બહાર આવતા સૌ કોઈનાં હૃદય હચમચી ઉઠ્યા હતા.ગત ફેબ્રુઆરી મહિનાનાં 24 તારીખે આ પીધડ અને હવસખોર મુખ્ય શિક્ષક મધુભાઈ રાઠોડે ગોદાવરીબેન અરવિંદભાઈ કાકડીયા કન્યા છાત્રાલયની સગીર વયની માસુમ દીકરીને કન્યા છાત્રાલયનાં રૂમ ન.4માં ખેંચી લઈ જઈ રૂમનો દરવાજો બંધ કરી બળજબરીથી કપડા કાઢી નાખી,ભોગ બનનાર સગીરાની મરજી વિરુદ્ધ બળજબરી પૂર્વક શરીર સબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો.અહી આ લંપટ મુખ્ય શિક્ષક દ્વારા માસુમ બાળકી પર દુષ્કર્મ ગુજારી માર મારી જમણા હાથની મોટી આંગળીમાં કરડી દઈ કોઈને ન કહેવાની ધમકી આપી હતી.જે સમગ્ર બાબત સગીરાએ માતાને જણાવતા આખરે માતાએ ગતરોજ હિંમત દાખવી આ હેવાન શિક્ષક નામે મધુભાઈ રામજ રાઠોડ સામે સાપુતારા પોલીસ મથકે પોકસો અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી.અહી સગીરાનાં માતાનાં ફરીયાદનાં આધારે સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ એન.ઝેડ.ભોયાએ આરોપી શિક્ષક મધુ રાઠોડ વિરુદ્ધ પોકસો અંતર્ગત ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી હતી.તેવામાં ડાંગ એસ.પી.યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ પોલીસની ટિમ દ્વારા આ દુષ્કર્મનાં આરોપી મધુભાઈ રાઠોડને ગણતરીનાં કલાકોમાં જ ઝડપી પાડી કસ્ટડીમાં લીધો છે.આ બનાવ અંગેની વધુ તપાસ પી.આઈ.એચ.બી.બાલીયા કરી રહ્યા છે..

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button