GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

KALOL:નગરપાલીકા દ્વારા મોટી જનમેદની વચ્ચે કાલોલ માં રાવણ દહન નો ભવ્ય કાર્યક્રમ યોજાયો

તારીખ ૨૫/૧૦/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરપાલીકા દ્વારા ધોડા ગ્રાઉન્ડ ખાતે મહાકાળી મંદિર પાસે રાવણ દહન નો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો નગરપાલીકા ખાતે થી ભવ્ય રેલી કાઢી જેમા કાલોલ ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ,પાલીકા ના માજી પ્રમુખ શૈફાલી ઉપાઘ્યાય, માજી ઉપ પ્રમુખ સચીન કાછીયા, માજી કારોબારી અધ્યક્ષ યુવરાજ રાઠોડ અને તમામ માજી કોર્પોરેટરો સહિત પાલિકાના ચીફ ઓફિસર મિલાપ પટેલ અને ભાજપ નાં જીલ્લા ઉપાધ્યક્ષ ડોક્ટર યોગેશ પંડ્યા અને ભાજપ પ્રદેશ કારોબારી સમિતી નાં આમંત્રિત સભ્ય રાજપાલસિંહ જાદવ, પુર્વ શહેર પ્રમુખ નરેશ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ક્ષત્રિય સમાજના યુવકો પરંપરાગત રીતે સાફા પહેરીને હાજર રહ્યા હતા ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે એ પ્રસંગોચિત ઉદબોધન કરી નગરજનો ને વિજયા દશમી ની શુભેછા પાઠવી મોટી સંખ્યામાં હાજર નગરજનો એ ભવ્ય આતબાજી નો કાર્યક્રમ નિહાળ્યો હતો કાલોલ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

[wptube id="1252022"]
Back to top button