દાહોદ રેલ્વે સ્ટેશન પર ઇન્દોરથી બોમ્બે સારવાર માટે જતાં 48 વર્ષીય વ્યક્તીની ટ્રેનમાં તબિયત લથડતા સારવાર માટે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખસેડાયા હતા

તા.૨૭.૦૭.૦૨૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ રેલ્વે સ્ટેશન પર ઇન્દોરથી બોમ્બે સારવાર માટે જતાં 48 વર્ષીય વ્યક્તીની ટ્રેનમાં તબિયત લથડતા સારવાર માટે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખસેડાયા હતા

મૂળ ઉત્તર પ્રદેશના અને હાલમાં ઇન્દોરના બડા ગણપતી વિસ્તારમાં રહેતા રાજેસભાઈ યાદવ નામનો ઈસમ જે છેલ્લા કેટલાય સમયથી કેન્સર જેવી બીમારીથી પીડાતા હતા અને તેમની બીમારીની સારવાર બોમ્બેના ટાટા મેમોરીયલ હોસ્પિટલમાં ચાલતી હતી જેમને બિમારીની વધુ પીડા ઉપડતા રાજેશ ભાઈ એમની પત્ની અને તેમના બાળકોને લઈ અવંતિકા એકસપ્રેસ ટ્રેનથી બૉમ્બેના ટાટા મેમોરીયલ હોસ્પિટલ માટે જવા ઇન્દોરથી રવાના થયા હતા ત્યારે મધ્યપ્રદેશનું મેઘનગર રેલ્વે સ્ટેશન આવતા પહેલા રાજેશભાઈની તબિયત લથડતા ટ્રેન ન રોકાતા અને તેમને તાત્કાલિક સારવાર મળવાના કોઈ ચાન્સીસ ન હોવાના કારણે તેઓને દાહોદ રેલ્વે ખાતે ટ્રેન મારફતેજ લાવવામાં આવ્યા હતા જેની જાણ રેલ્વે પોલીસને કરાતા તેઓએ પણ 108 ઇમરજન્સી એમ્યુલન્સને જાણ કરી સ્ટ્રેચર પર રાજેશભાઈ યાદવને હોસ્પિટલ લઈ જવા માટે રેલ્વે સ્ટેશન પર ઉભા હતા ટ્રેન દાહોદ રેલ્વે સ્ટેશન પર આવતાની સાથેજ રેલ્વે પોલીસના માણસો અને ટ્રેનના મુસાફરોની મદદથી કેન્સરથી પીડિત ઈસમને તાત્કાલિક દાહોદના ઝાયડસ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને પીડિત ઈસમને ઝાયડસ હોસ્પિટલ લઈ જતા હાજર તબીબો દ્વારા રાજેશ ભાઈને મુત્યુ જાહેર કરાતા પરિવાર પર આભ તૂટી પડ્યો હતો અને પરિવારમાં શોનું મોજું ફરી વળ્યું હતું ત્યારે તેમના પત્નીએ પરીવાર જનોએ બોલાવતા પરીવાર જનો પણ દાહોદ આવા માટે નીકળ્યા હોવાની માહિતી પ્રાપ્ત થવા પામી હતી









