BANASKANTHAGUJARATPALANPUR

બનાસકાંઠા જિલ્લા ના પાલનપુર ખાતે જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા બિનસરકારી ગ્રાન્ટેડ શાળા ના કર્મચારીઓની વિશાળ મૌન રેલી યોજાઈ

23 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આજરોજ તારીખ 23 સપ્ટેમ્બર 2023 ના શનિવારે જહાનારા બાગ પાલનપુર થી બનાસકાંઠા જિલ્લાના બિનસરકારી જિલ્લાના તમામ બિનસરકારી ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓએ ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ ના આદેશ અનુસાર બનાસકાંઠા જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ આયોજિત એક વિશાળ મૌન રેલી કરી સરકારને વિધાનસભા ચૂંટણી પહેલા આપેલા વચનો અને સમાધાન સમયે સ્વીકારેલા પ્રશ્નોના ઉકેલ પછી કરવાના ઠરાવો યાદ દેવડાવી પોતાના મૌન થી સરકારના કાન ઉઘાડવાની જોરદાર કોશિશ કરી છે. આજની આ રેલી મૌન રેલી હોવા ઉપરાંત શિક્ષકો આચાર્યો સંચાલકો કારકુનો અને સેવકોના એકતા ના દર્શન કરાવતી પ્રચંડ રેલી બની છે. આશરે 2500 થી પણ વધારે આસપાસ બનાસકાંઠા જિલ્લાના ખૂણે ખૂણેથી કર્મચારીઓ બેનરો દ્વારા પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા ગુજરાતના શિક્ષણની ઘોર ખોદનારી જ્ઞાન સહાયક યોજના નો વિરોધ કરીને સરકારને દરેક શાળામાં કાયમી શિક્ષકોની તાત્કાલિક ભરતી કરો અને વિદ્યાર્થીઓના શિક્ષણને નષ્ટ થતુ બચાવો એવો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. જો નવમા તબક્કાના આ જબરજસ્ત કાર્યક્રમ પછી પણ સરકાર કર્મચારીઓના સમાધાનના પ્રશ્નોના અક્ષરસઃ ઠરાવો અને પરિપત્રો નહીં કરે તો દસમો તબક્કો આક્રમક અને જલદ હશે એમ સંકલન સમિતિના અધ્યક્ષ એ જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button