
MORBI:મોરબી પરશુરામ પોટરી ખાતે ભરાયેલ મેળામાંથી મોબાઈલની ચોરી
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં ભરાયેલા મેળામાંથી આધેડના મોબાઈલની કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઇ જતા મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર પ્લમ્બરનો કોન્ટાક્ટર તરીકે અમદાવાદ રહેતા પ્રવીણભાઇ મગનભાઇ ગોહીલ ઉ.વ.૪૫ રહે- આંબાવાડી, ૭૫૩/૨, વીર વિક્રમ નગર, સૌરાષ્ટ સોસાયટીની બાજુમા અમદાવાદના આધેડ ગત તા.૧૧ સપ્ટે. ના રોજ પોતાના સો ઓરડી મોરબી સ્થિત મકાન હોય ત્યાં આવેલા ત્યારે તેના મિત્ર સાથે પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં ભરાયેલા લોકમેળામાં ગયા ત્યારે કોઈ અજાણ્યો ઈસમ ફરિયાદીનો OPPO RENO 7 PRO. જેના IMEI NO. 865084054793557 કિ.રૂ. ૭૦૦૦/- વાળો મોબાઇલ ચોરી ગયાની પ્રથમ ઈ-એફઆરઆઇ કરેલ હતી જે અનુસંધાને આજરોજ મોરબી બી ડિવિઝન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.