આસીફ શેખ લુણાવાડા
મહિસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકાના એક ગામમાં પતિ પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવતી મહિસાગર 181 ટીમ.
મહિસાગર 181 ટીમ ડ્યુટી પર હાજર હતી ત્યારે 33 વર્ષીય મહિલાએ 181 પર ફોન કરીને જણાવેલ કે પતિ દારૂ નો નશો કરી માનસિક તથા શારીરિક ત્રાસ આપે છે આવો કૉલ મળતા 181 ટીમ ઘટના સ્થળ પર પહોંચી મહિલાનું કાઉન્સેલિંગ કર્યું તો જાણવા મળ્યું કે બંને પતિ પત્ની કંપનીમાં નોકરી કરે છે દિવાળીના તહેવારોમાં બંને પતિ પત્ની તથા બાળકો ગામડે તહેવાર મનાવવા આવ્યા તેમને ત્રણ મોટા બાળકો હતા દીકરાને મહિલાએ પિયરમાં મુક્યો છે અને બે દીકરીઓ તેમની પાસે છે મહિલાના પતિ તેમને દસ વર્ષથી માનસિક તથા શારીરિક ત્રાસ આપતા હતા પરંતુ બાળકોના ભવિષ્ય ના બગડે એટલે મહિલા સમાધાન કરી પતિ પાસે રહેતી હતી તેઓ પિયરમાં પણ રિસાઈને જઈ શકતા નહોતા તેઓ તેમની સાથે શાંતિથી રહેવા માંગતા હતા પરંતુ પતિ તેમની નાની નાની બાબતમાં ટોચર કર્યા કરે તથા તેમના પર શંકા કરી માનસિક ત્રાસ આપતા હતા અને આજે તો કુટુંબના માણસો તથા મહિલા જણાવતા હતા કે આજે તો જ્યારની સવાર પડી છે ત્યારનો દારૂનો નશો કરીને મહિલાને તથા બાળકોને હેરાન કરી મૂક્યા અને મને પૈસા આપ તેમ કરીને તિજોરી નું લોક તોડી નાખ્યું અને ધમકી આપતા હતા આથી કંટાળી મહિલા તથા તેમની દીકરીઓ તેમના સગા સંબંધીના ઘરે પડોશમાં રાતના બે વાગ્યાની આસપાસ માં જતા રહ્યા હતા તો મહિલાના પતિએ તેવા સમયે પડોશમાં જઈ દરવાજો કુટ્યો હતો મહિલા જણાવતી કે પતિ શારીરિક સંબંધ બળજબરીપૂર્વક રખાવે છે તથા અપશબ્દો ગાળો બોલી મારઝૂડ કરે છે મહિલાની હકીકત જાણી પતિને લાંબો ટાઈમ સમજાવ્યા બાદ મહિલા તથા તેમના પતિ વચ્ચે સમાધાન કરાવેલ અને મહિલાને કાયદાકીય પોલીસ સ્ટેશન ની માહિતી આપી આથી મહિલાએ 181 ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો









