GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારા ના હિરાપર ગામે રજવાડી હોટલ દુકાનમાંથી આયુર્વેદીક શીરપની બોટલો ઝડપાઇ
ટંકારા ના હિરાપર ગામે રજવાડી હોટલ દુકાનમાંથી આયુર્વેદીક શીરપની બોટલો ઝડપાઇ

ટંકારા: ટંકારા તાલુકાના હિરાપર ગામની સીમમાં સહકાર કોટનની બાજુમાં રજવાડી હોટલ દુકાન નામની દુકાનમાંથી આયુર્વેદીક શીરપની ૨૮ બોટલો સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હિરાપર ગામે રહેતા મીતેષભાઇ ઉર્ફે લાલો ભુદરભાઇ ફેફર ઉ.વ.૩૨વાળાએ આયુર્વેદિક શંકાસ્પદ કેફી પદાર્થની શીરપની કુલ બોટલો નંગ-૨૮ કીં.રૂ.૪૨૦૦/- નો મુદ્દામાલ કોઇ પણ જાતના આધાર પુરાવા કે બીલ વગર ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઇરાદે પોતાના હવાલાવાળી રાજવાડી હોટલ-દુકાનમાં રાખી મળી આવતા ટંકારા પોલીસે કિં રૂ.૪૨૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી મીતેષભાઈ ઉર્ફે લાલો ભુદરભાઈ ફેફરને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.
[wptube id="1252022"]








