BANASKANTHAGUJARATPALANPUR
ગુજરાત રાજ્ય યોગ બોડૅ અંતગૅત યોજાયેલ યોગ શિબિર શ્રીમતી સી.એચ.મેવાડા માધ્યમિક શાળા સંકુલમાં મહાશિવરાત્રી પ્રસંગે યોગ શિબિર આયોજન કરવામાં આવ્યું

9 માર્ચ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
- ” ગુજરાત રાજ્ય યોગ બોડૅ અંતગૅત 8 માચૅના મહાશિવરાત્રીના પાવન પ્રસંગ યોગ શિબિરનુ આયોજન કરવામાં આવ્યું ભગવાન શિવ કે જેઓને ” આદિયોગી” અથવા પ્રથમ યોગી તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન શિવને સમર્પિત મહાશિવરાત્રીના શુભ અંવસર પર જનતાને ભગવાન શિવની દૈવી ઉજૉ સાથે જોડવા માટે પૂજા, ધ્યાન અને યોગ શિબિરનું આયોજન શ્રીમતી સી.એચ . મેવાડા શાળા સંકુલ પાલનપુર ખાતે કરવામાં આવ્યું તેમાં 500 વધુ લોકોએ યોગ શિબિરનો લાભ મેળવ્યો હતો. જેમાં બનાસકાંઠા જિલ્લાના યોગ કોચ , ટ્રેનરો, સાધકો આમ જનતા મેવાડા શાળા સંકુલ,આદર્શ કેમ્પસ,કણૉવત સ્કૂલ વગેરે સંસ્થાના વિધાર્થીઓએ યોગ શિબિરનો લાભ લીધો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી ડૉ.રેખાબેન ચૌધરી , આદર્શ સંકુલના નિયામકશ્રી ગજેન્દ્રભાઈ જોષી, ભારત વિકાસ પરિષદના પ્રમુખશ્રી ભરતભાઈ જોષી ભારત વિકાસ પરિષદના મહિલા સંયોજન શ્રીમતી અંજનાબેન , મેવાડા વિધાસંકુલ અને સમાજના મંત્રીશ્રી પોપટભાઈ જોષી અને વિપુલભાઈ મેવાડા પતંજલિ પ્રભારી રાકેશભાઈ, મહિલા પ્રભારી નીલુબેન, નારી સંરક્ષણ કેન્દ્રના ઓફીસરશ્રી આશાબેન ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર યોગ શિબિરનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોડૅના ચેરમેનશ્રી યોગસેવક શિશપાલ સાહેબની પ્રેરણાથી અને ગુજરાત યોગ બોડૅના બનાસકાંઠા જિલ્લાના કૉ.ઓડિનેટરશ્રી સ્મિતાબેન જોષીના અને ગુજરાત યોગ બોડૅના બનાસકાંઠા ઈસ્ટ જિલ્લા કૉ.ઓડિનેટરશ્રી દ્ગુપદભાઈ સોનીના માગૅદશૅન હેઠળ અને બનાસકાંઠા જિલ્લાના યોગ કોચ,અને ટ્રેનર અને સાધકોના સાથ સહકારથી સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
[wptube id="1252022"]