
તા.૧૦.૧૨.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Sanjeli:સંજેલીના ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ ખાતે યોગ અને કસરત કરાવવામાં આવ્યા
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ કાર્યરત છે. જેમાં નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે. સાથે સાથે અનાથ, અપંગ અને અતિ ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે
જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા તાલીમ વર્ગના બાળકોને વહેલી સવારમાં કસરત કરાવવામાં આવી હતી અને કસરત કરવાના ફાયદા સમજાવવામાં આવ્યા હતા. તાલીમ વર્ગ મોરા ખાતે અશ્વિનભાઈ સંગાડા અને તાલીમ વર્ગ સુખસર ખાતે રાજુભાઈ મકવાણા દ્વારા તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓને કસરત અને યોગ કરાવવામાં આવ્યા હતા. ન્યુ પાર્થ એજ્યુકેશન ગ્રુપ સંજેલીના મિત્રો દ્વારા આ એક દિવસીય યોગ કાર્યક્રમમાં જોડાયા હતા અને દિલીપકુમાર એચ. મકવાણાએ રોજ કસરત કરીએ તેવી આશા વ્યક્ત કરી હતી









