MORBIMORBI CITY / TALUKO

MORBI:રેટ ચાર્ટ સંદર્ભે રાજકીય પક્ષો સાથે બેઠક યોજતા જિલ્લા ચૂંટણી અધિકારી કે.બી. ઝવેરી

રેટ ચાર્ટ સંદર્ભે રાજકીય પક્ષો સાથે બેઠક યોજતા જિલ્લા ચૂંટણી અધિકારી કે.બી. ઝવેરી

 

આદર્શ આચારસંહિતાને અમલી બને તથા મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટેની કામગીરીના ભાગરૂપે મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી કે.બી. ઝવેરીએ જિલ્લાના વિવિધ રાજકીય પક્ષના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.

આ બેઠક અન્વયે રાજકીય પક્ષો સાથે મંડપ, લાઉડ સ્પીકર, વાહનો, હોર્ડિંગ વગેરે અંગેના રેટ ચાર્ટ, ખર્ચ અને હિસાબો ઉપરાંત આદર્શ આચાર સંહિતા અમલીકરણ અને તેના હેતુઓ વગેરે વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. રાજકીય પક્ષો સાથે ચર્ચા વિચારણા કરી રેટ ચાર્ટમાં વિવિધ રેટ પણ નિર્ધારિત કરવામાં આવ્યા હતા.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિ, નિવાસી અધિક કલેકટરશ્રી એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી એન.એસ. ગઢવી, જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીશ્રી કુલદીપસિંહ વાળા, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સંદિપ વર્મા, વાંકાનેર નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી ગિરીશ સેરૈયા, સહાયક માહિતી નિયામકશ્રી ઘનશ્યામ પેડવા ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ, પીજીવીસીએલ, બીએસએનએલ, આરટીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ તેમજ વિવિધ રાજકીય પક્ષના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button