
વાત્સલ્યમ સમાચાર
કેવડિયા કોલોની
અનીશ ખાન બલુચી
શું આ રીતે આદિવાસી વિસ્તારના બાળકો ભણી આગળ વધશે.
સરકાર શ્રી નો અભિગમ છે સૌનો સાથ સૌનો વિકાસ તો શું આ રીતે આ વિસ્તાર નો વિકાસ થશે.
ગરુડેશ્વર તાલુકામાં વિશ્વનુ ઊચામાં ઉચુ “સરદાર વલ્લભભાઈ નુ સ્ટેચ્યુ “આવેલ છે. જેને નિહાળવા ભારત ભરમાથી તેમજ વિદેશનાં પ્રવાસીઓ પણ અહીંયા આવે છે. જે એકતા નગર કેવડિયા માટે નોધપાત્ર વાત છે.
સરકારશ્રી દવારા પ્રવાસન વિભાગ ને વિકસાવવા માટે કરોડો રૂપિયા નો ખચૅ દર વર્ષે થઈ રહયો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં જંગલ સફારી ્કેકટસ ગાડૅન વેલી ઓફ ફ્લાવર રેવાઘાટ ્શ્રેષ્ઠ ભારત ભવન ્આરોગ્ય વન નવુ હેલીપેડ વિગેરે નો સારો વિકાસ થયો છે. જે પ્રવાસન વિકાસ માટે આવશ્યક છે.
ઉપરોકત કામગીરી પ્રવાસન વિભાગના વિકાસ માટે થઈ રહી છે. પરંતુ કોઈ પણ સમાજના વિકાસ માટે શિક્ષણ અગત્યનું પાસું છે. એકતા નગર ની આજુ બાજુના આશરે ૨૦ જેટલા ગામોના તેમજ વસાહત મા રહેતા કમૅચારીઓના બાળકો એકતા નગર ની પ્રાથમિક શાળા ્માદયમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. માધ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક. શાળા નુ મકાન જજૅરિત થઈ જવાથી હાલમાં શિક્ષણ કાર્ય બંધ છે.બધા જ બાળકો જુની વહીવટી કચેરીમાં અભ્યાસ કરી રહ્યા છે. જયાં સંડાસ ્મુતરડીની તેમજ પીવાના પાણીની વ્યવસ્થા નથી. જેનાથી બાળકો હેરાન પરેશાન થઈ રહયા છે. આ વિસ્તારમાં પ્રવાસીઓ માટે અનેક સુવિધા ઓ થઈ રહી હોય છે ્જેનાથી કોઈ અજાણ નથી.
શિક્ષણ અને આરોગ્ય માટે આમ જનતાએ રજૂઆત કરવાની ના હોય આ સગવડો સરકાર શ્રીએ સામેથી ઉપલબ્ધ કરાવવાની હોય છે. કરોડો રૂપિયાના વહીવટી સંકુલો છ માસમાં તૈયાર થતાં હોય તો આ વિસ્તારના શિક્ષણ અને આરોગ્ય બાબતે જનહિતમાં કાયૅવાહી થશે કે કેમ? લોકમુખે ચર્ચાતો વિશય









