DEDIAPADAGUJARATNANDODNARMADA

ચૈતર વસાવાને સાંસદ બનાવીને ન્યાય અપાવીશું : ગોપાલ ઇટાલિયા ( આપ જોઈન્ટ સેક્રેટરી)

ચૈતર વસાવાને સાંસદ બનાવીને ન્યાય અપાવીશું : ગોપાલ ઇટાલિયા ( આપ જોઈન્ટ સેક્રેટરી)

 

જુનેદ ખત્રી : રાજપીપળા

 

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલીયા ડેડીયાપાડા ખાતે આગેવાનો પાર્ટીના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી તેઓએ મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતરભાઈ વસાવા પર ખૂબ જ અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. માટે આમ આદમી પાર્ટીએ આ અત્યાચારના જવાબમાં એ નિર્ણય લીધો છે કે, આગામી લોકસભા ચૂંટણીમાં ચૈતરભાઈને સંસદ સભ્ય બનાવીને ન્યાય મેળવવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના સર્કિટ હાઉસમાં આમ આદમી પાર્ટીના આગેવાનો એક મિટિંગ હતી. અને આ મીટીંગમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલીયા, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવા,માધુભાઈ વસાવા સહીત મોટી આંખ્યમાં આપના આગેવાનો આ બેઠક માં હાજર હતા. અને ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની ઉપર લાગેલા કેશ સરકારી દબાણો સહિતની બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. અને જેમાં નક્કી કરવામાં આવ્યું છે કે, ભરૂચ લોકસભાના એક એક ગામમાં જઈને ચૈતરભાઈને લોકસભા ચૂંટણી જીતાડવા માટે મહેનત કરવામાં લાગી જઈશું. આ મિટિંગમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. સૌનું માનવું છે કે, માત્ર પોલીસ અને કોર્ટ કચેરીથી ન્યાય મળશે તેવી આશાથી બેસી શકાય નહીં, માટે ચૈતરભાઈને સાંસદ સભ્ય બનાવીને ન્યાય મેળવીશું એવો સંકલ્પ લીધો છે.

[wptube id="1252022"]
Back to top button