
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-મુંદરા કચ્છ.
મુન્દ્રા તા.30 એપ્રિલ: લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત મહિલા મતદારો પોતાના મતાધિકારનો મહતમ ઉપયોગ કરે એવા ઉમદા ઉદેશથી મુન્દ્રાના તબેલા ગ્રાઉન્ડ અને જેસર ચોક મધ્યે મહિલા મતદારોનું મતદાન વધે, મતદાતાઓ ઉત્સાહથી મતદાન પર્વમાં જોડાય, મતદાન અંગે જન જાગૃતિ વધે તે અંગેની ચુનાવ પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.ચુનાવ પાઠશાળા કાર્યક્રમમાં મુન્દ્રા-૯ના બી.એલ.ઓ. દિલાવર ભગત દ્વારા મતદારોને નિષ્પક્ષ મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. મુન્દ્રા-૩ના બી.એલ.ઓ. જ્યોતિબેન સોની દ્વારા મહિલા મતદારોમાં ઘરે ઘરે ફરી મતદાન જાગૃતિના અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા.ચુનાવ પાઠશાળા અંતર્ગત મતદાનનું પ્રમાણ વધારવા મુન્દ્રાના સેક્ટર ઓફિસર ડો. દિનેશભાઈ પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મતદાનનો મહિમા સમજાવ્યો હતો. કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર, આરોગ્ય કાર્યકર તેમજ સ્થાનિક આગેવાનો ઉત્સાહભેર જોડાયા હતા.એસ.ડી. શેઠિયા બી. એડ કોલેજના મતદાન જાગૃતિ બ્રાન્ડ એમ્બેસેડર તૃષ્ણાબેન હાલાઈ તેમજ હાર્દિકભાઈ આહીર દ્વારા નવોદિત મતદાતાઓમાં મતદાન પ્રક્રિયાની સમજ વિકસાવી હતી.










